કચ્છના કંઢેરાઇ ગામે બોરવેલમાં પડી ગયેલ યુવતીને બહાર કાઢવામાં આવી છે. 33 કલાક બાદ . NDRF, BSF, સ્થાનિક તંત્રએ ઓપરેશન પાર પાડ્યું છે. જ્યારે યુવતીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાઈ છે. યુવતીના સ્વાસ્થ્ય અંગે હાલ કંઈપણ કહેવું મુશ્કેલ છે. યુવતીની સ્થિતિ અંગે ટૂંક સમયમાં ખુલાસો થશે.
ભુજ તાલુકાના કંઢેરાઈ ગામમાં સોમવારે સવારે 6 વાગ્યાના અરસામાં એક યુવતી 540 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગઈ હતી. જે યુવતીને બચાવવા કચ્છ જિલ્લા કલેક્ટર, પોલીસ વડા, ભુજ વહીવટી તંત્રની ટીમ સાથે ફાયર વિભાગ અને 108 એમ્બ્યુલન્સની ટીમ તેમજ ગાંધીનગરથી પણ NDRFની ટીમ બચાવ કામગીરીમાં જોડાઈ હતી. જે યુવતીનું તંત્રએ રેસ્ક્યૂ કરી લીધું છે. યુવતીને હાલ તાત્કાલીક હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. 500 ફૂટ ઊંડા બોરવેલમાં 32 કલાક સુધી યુવતી ફસાયેલી રહી હતી. તંત્ર માટે પણ રેસ્ક્યૂ ઓપરેશન ચેલેન્જિંગ રહ્યું હતું
શું હતી સમગ્ર ઘટના?
ભુજ તાલુકાના કંઢેરાઈ ગામમાં સોમવારે સવારે 6 વાગ્યાના અરસામાં એક યુવતી 540 ફૂટ ઊંડા બોરવેલમાં પડી જતા સમગ્ર કચ્છમાં ચકચાર પ્રસરી જવા પામી છે. ઘટનાના પગલે કચ્છ જિલ્લા કલેક્ટર, પોલીસ વડા, ભુજ વહીવટી તંત્રની ટીમ સાથે ફાયર વિભાગ અને 108 એમ્બ્યુલન્સની ટીમ તેમજ ગાંધીનગરથી પણ NDRFની ટીમ બચાવ કામગીરીમાં જોડાઈ છે. છેલ્લા 33 કલાક રેસ્ક્યૂ ઓપરેશન ચાલ્યુ, . મોડી રાત્રે યુવતીને બોરવેલમાંથી બહાર કાઢવાને માત્ર 60 ફુટ બાકી હતા, પરંતુ રેસ્ક્યૂ સાધનોમાંથી યુવતી છટકી જતાં બોરવેલ નીચે પડી ગઈ હતી. 30 કલાકમાં બે-બે વખત 100 ફૂટ સુધીના અંતરે આવ્યાં બાદ ફરી 500 ફૂટ નીચે સરકી ગઈ હતી. હવે ફરી રોબોટની મદદથી બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.32 કલાક બાદ યુવતીને બોરવેલમાંથી બહાર કાઢવામાં આવી