ગોંડલમાં સગીરને માર મારવાના બનાવમાં ખોડલધામની પ્રતિક્રીયાથી ખળભળાટ
ખોડલધામના પ્રવક્તા હસમુખ લુણાગરિયાનું નિવેદન

ખોડલધામના પ્રવક્તા હસમુખ લુણાગરિયાનું નિવેદન

ખોડલધામના પ્રવક્તા હસમુખ લુણાગરિયાનું નિવેદન
રાજકોટમાં ગોંડલમાં પાટીદાર સગીર યુવકને માર મારવાનો મામલો ગરમાઇ રહ્યો છે. આ મામલે હવે ખોડલધામનું નિવેદન પણ આવ્યું છે. ખોડલધામના પ્રવક્તા હસમુખ લુણાગરિયાએ કહ્યું છે કે સગીર સાથે જે બન્યું તે ખૂબ જ દુઃખદ ઘટના છે અને નિર્દોષ દિકરા ઉપર અમાનવીયકૃત્ય આચરવામાં આવ્યું છે . તેમણે કહ્યું કે આ આખી ઘટનાને ખોડલધામ વખોડે છે. ઘટનાને લઈને પાટીદાર સમાજ સાથે સર્વ સમાજે સરકારને આવેદનપત્ર પાઠવ્યું છે અને હવે સમાજના રાજકીય આગેવાનોએ પણ આ મામલે આગળ આવવું જોઈએ. તેમણે કહ્યું કે દીકરાને ન્યાય મળે અને આરોપીઓને કડકમાં કડક સજા થાય તે માટે પાટીદાર સમાજના રાજકીય આગેવાનોએ સરકારમાં રજૂઆત કરવી જોઈએ
ઉલ્લેખનિય છે કે ગોંડલમાં ક્રિકેટ રમતા સગીરને ત્રણ જણાએ ઢોર માર માર્યો હતો અને તેના પગલે પાટીદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હવે આ મુદ્દો રાજકીય પણ બની રહ્યો છે ત્યારે પાટીદારોની મહત્વની સંસ્થા ખોડલધામ દ્વારા પણ આ બાબતે કડક પ્રતિક્રીયા આપવામાં આવી છે.. ખોડલધામના પ્રવક્તાએ કહ્યું કે દીકરાને ન્યાય મળે અને આરોપીઓને કડકમાં કડક સજા થાય તે માટે પાટીદાર સમાજના રાજકીય આગેવાનોએ સરકારમાં રજૂઆત કરવી જોઈએ
ઉલ્લેખનિય છે કે આ બાબતે ભાજપના નેતાઓ જયેશ રાદડીયા અને ભરત બોઘરાએ પણ સગીર જે હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યો છે ત્યાં જઇને સગીરની સારવારની માહિતી મેળવી હતી. હોસ્પિટલમાં જ આ બંને આગેવાનોએ બેઠક કરી હતી. બેઠક પૂર્ણ થયા બાદ જયેશ રાદડિયા અને ભરત બોઘરાએ નિવેદનમાં જણાવ્યું કે, સમગ્ર મામલામાં ઘટતી કલમોનો ઉમેરો કરવામાં આવશે. બનાવ સંદર્ભે રાજ્યના ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને પણ વાકેફ કરવામાં આવશે. પાટીદાર પરિવાર સાથે જે ઘટના બની છે તે ખૂબ જ દુઃખદ અને નીંદનીય છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!