ખેડા : માર્ગ અકસ્માતમાં બે શ્રમિકોના મોત,15 ઘાયલ
કપડવંજ પાસે મજૂરો ભરેલી પીકઅપ વાન પલટી ખાતા બે શ્રમિકોનું ઘટનાસ્થળે મૃત્યુ

કપડવંજ માર્ગ અકસ્માત

કપડવંજ માર્ગ અકસ્માત
ખેડા: કપડવંજ નજીક ગમખ્વાર અકસ્માત, બે શ્રમિકોના કરૂણ મોત :
ખેડા જિલ્લાના કપડવંજ નજીક આલમપુરા ગામ પાસે આજે એક ગંભીર માર્ગ અકસ્માતની ઘટના બની છે. મજૂરોને લઈ જતી એક પીકઅપ વાનના ચાલકે અચાનક બ્રેક મારતા સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે વાન રસ્તા પર પલટી ખાઈ ગઈ હતી.
આ ગમખ્વાર અકસ્માતમાં વાનમાં સવાર બે શ્રમિકોનું ઘટનાસ્થળે જ કરૂણ મૃત્યુ થયું હતું. જ્યારે અન્ય 15 મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
ઘટનાની જાણ થતાં જ કપડવંજ પોલીસ અને ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ઈજાગ્રસ્ત તમામ લોકોને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર માટે કપડવંજની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પોલીસના પ્રાથમિક અહેવાલ મુજબ, મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે, પરંતુ તેમની ઓળખ હજી સુધી થઈ શકી નથી, જે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. કપડવંજ પોલીસે આ મામલે ગુનો નોંધીને અકસ્માત પાછળના ચોક્કસ કારણો જાણવા માટે તપાસ શરૂ કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?