રાજ્યભરમાં ચકચાર જગાવનારા અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલ કાંડનો મુખ્ય સૂત્રધાર કાર્તિક પટેલને પોલીસને દબોચી લીધો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મોડી રાતે અમદાવાદ એરોર્ટપરથી કાર્તિક પટેલને ઝડપી લીધો છે.
ખ્યાતિ હોસ્પટલ કેસમાં દર્દીઓના હ્રદય ચીરીને પીએમજેવાય યોજના થકી સરકાર પાસેથી કરોડો રુપિયાનું કૌંભાડ આચરાયું હતું અને આ કેસમાં હોસ્પિટલના તબીબ અને સીઇઓ સહિત સંખ્યાબંધ લોકોી ધરપકડ કરાઇ હતી. કાર્તિક જ્યારથી આ કૌંભાડ બહાર આવ્યું ત્યારથી જ ફરાર હતો. પોલીસ તેને શોધી રહી હતી.
કાર્તિક પટેલ વિદેશમાં છુપાયો હોવાની જાણકારી મળતા પોલીસે ખ્યાતિ ગૃપના ચેરમેન એવા કાર્તિક પટેલ સામે લૂક આઉટ નોટિસ પણ જાહેર કરી હતી. તેણે કોર્ટ સમક્ષ આગોતરા જામીન અરજી પણ કરી હતી. જો કે કોર્ટે આ જામીન ફગાવી દેતાં કાર્તિક માટે કોઇ રસ્તો બચ્યો ન હતો. બીજી તરફ પોલીસે પણ તેને શોધવા માટે આકાશ પાતાળ એક કર્યા હતા.
પોલીસ તપાસમાં હાર વ્યું કે ખ્યાતિ કૌંભાડમાં અત્યારસુધી પીએમજેવાય યોજનામાં 3842 જેટલા ઓપરેશન કર્યા હતા અનેતેમાં 122 દર્દીના ઓપરેશન કે સારવારમાં મોત થયા હોવાના દાવા કરાયા હતા. આરોપીઓ દ્વારા દર્દીઓની સારવાર દરમિયાન યોગ્ય તકેદારી ન રાખવામાં આવતી હોવાનું તપાસમા સામે આવ્યું હતું. જેથી 112 દર્દીઓના શંકાસ્પદ મરણ માટે હોસ્પિટલની બેદરકારી જવાબદાર હોવાની શક્યતાને પગલે ક્રાઈમ બ્રાન્ચ અને મેડિકલ એક્સપર્ટ કમિટી દ્વારા વિશેષ તપાસ શરૂ કરવામાં આવશે.
ઉલ્લેખનિય છે કે આ મામલો ત્યારે બહાર આવ્યો જ્યારે કેમ્પ યોજીને એન્જિયોપ્લાસ્ટીના નામે હોસ્પિટલમાં લવાયેલા બોરીસણાના 2 દર્દીના મોત થયા હતા અને ત્યારબાદ ભારે હોબાળો થયો ત્યારે સરકાર એક્શનમાં આવી હતી. ત્યારબાદ ખ્યાતિ હોસ્પિટલના તબીબો, સીઇઓ અને ડિરેક્ટરો વિરૂદ્ધ દાખલ થયેલા ગુનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપાઇ હતી. ક્રાઈમ બ્રાન્ચે આ કેસની તપાસ દરમિયાન ખ્યાતિ હોસ્પિટલમાંથી મળી આવેલા પીએમજેએવાય હેઠળ થયેલા ઓપરેશનના દસ્તાવેજો, આરોગ્ય વિભાગ પાસેથી મળેલા વિગતોની તપાસ કરતા અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો થયો છે.