કાળમુખો રવિવાર : 3 બાળકો સહિત 7ના મોત,14 ઘાયલ
સુરત-અમદાવાદમાં માર્ગ અકસ્માત અને જોધપુરમાં ટેમ્પો-ટ્રક ટક્કરે 6 શ્રદ્ધાળુનાં મોત

સુરત અમદાવાદ જોધપુર અકસ્માત

સુરત અમદાવાદ જોધપુર અકસ્માત
રાજસ્થાનના જોધપુરમાં સુરત અને અમદાવાદમાં રવિવારે ગંભીર માર્ગ અકસ્માતોની હારમાળા સર્જાઈ હતી.જોધપુર હાઈવે પર ટ્રક અને ટેમ્પોની ટક્કરમાં ગુજરાતના છ શ્રદ્ધાળુઓના મોત થયા છે.સુરતમાં કચરાભરેલા ડમ્પરનો ચાલક અકસ્માતમાં કેબિનમાં ફસાઈ ગયો હતો, જ્યારે અમદાવાદના ભુવાલડી ગામ નજીક કારની ટક્કરે સગર્ભા મહિલાનું મોત થયું હતું.
જોધપુરમાં ટેમ્પો-ટ્રક ટક્કર 6 શ્રદ્ધાળુના મોત :
જોધપુર-જૈસલમેર હાઈવે પર બાલેસર નજીક ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઓછી રહેતા ટ્રક અને ટેમ્પો વચ્ચે સામસામે ટક્કર થઈ. ટેમ્પોમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના 20 જેટલા શ્રદ્ધાળુઓ રણુજાના દર્શન માટે જઈ રહ્યા હતા. અકસ્માતમાં 6 લોકોનાં મોત થયા છે, જેમાં 3 બાળકોનો સમાવેશ થાય છે. 7 બાળકો સહિત 12 લોકો ઘાયલ છે અને તેમને જોધપુરની MDM હોસ્પિટલમાં ખસેડાયા છે.
મૃતકોની ઓળખ જાહેર :
મૃતકોમાં પુંસરી, ધનસુરા અને રૂઘનાથપુરા ગામના રહેવાસીઓનો સમાવેશ થાય છે. અકસ્માતની જાણ થતાં પોલીસ અને એમ્બ્યુલન્સ તાકીદે ઘટનાસ્થળે પહોંચ્યાં અને ઘાયલોને હોસ્પિટલ ખસેડ્યા. મૃતદેહોને બાલેસર સીએચસીમાં રાખવામાં આવ્યા છે.
ગામોમાં શોકનો માહોલ :
રૂઘનાથપુરા અને પુંસરી ગામોમાં શોકનો માહોલ છવાયો છે. મૃતકોના પરિવારજનો પર દુખનો પહાડ તૂટી પડ્યો છે. રાજસ્થાન અને ગુજરાતના તંત્ર વચ્ચે સતત સંકલન ચાલી રહ્યું છે. આવતીકાલે સવારે મૃતદેહો ગુજરાત પહોંચશે તેવી શક્યતા છે.
અમદાવાદના ભુવાલડીમાં કાર-બાઈક અકસ્માત :
ભુવાલડી ગામ પાસે કાર અને બાઈક વચ્ચે થયેલી ટક્કરમાં પેવર બ્લોકનું કામ કરતા શ્રમિકો પણ ઘવાયા. અકસ્માતમાં સગર્ભા મહિલાનું ઘટનાસ્થળે મોત થયું છે, જ્યારે બે લોકો ગંભીર હાલતમાં છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ કારચાલક ગામના પૂર્વ સરપંચનો પુત્ર છે.
સુરતમાં ડમ્પર ડિવાઈડર સાથે અથડાયું :
વહેલી સવારે અમરોલી ક્રોસ રોડ નજીક SMCનું કચરાથી ભરેલું ડમ્પર સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ડિવાઈડર સાથે અથડાયું. અથડામણ પછી ડ્રાઈવર અનિલ કેબિનમાં ફસાઈ ગયો હતો. પોલીસ અને ફાયર બ્રિગેડે તેને સલામત બહાર કાઢી 108 એમ્બ્યુલન્સથી ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો. સદભાગ્યે તેને ગંભીર ઈજા નથી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?