Jamnagar: સાસરીયાઓ પરિણીતાને દહેજની માંગણી કરી ઘરમાંથી હાંકી કાઢી!
પરણીતાને જૂનાગઢમાં રહેતા ભૂખ્યા સાસરિયાંઓએ દહેજના કારણે મારકુટ કરી ત્રાસ ગુજારી ઘરમાંથી હાંકી કાઢી હતી.

એવી મહિલાઓ પણ છે.જે પોતાના સાસરિયાંના ડરથી પોલીસ ફરિયાદ કરતી નથી

એવી મહિલાઓ પણ છે.જે પોતાના સાસરિયાંના ડરથી પોલીસ ફરિયાદ કરતી નથી
જામનગરમાં લાલવાડી આવાસ વિસ્તારમાં રહેતી એક પરણીતાને જૂનાગઢમાં રહેતા ભૂખ્યા સાસરિયાંઓએ દહેજના કારણે મારકુટ કરી ત્રાસ ગુજારી ઘરમાંથી હાંકી કાઢી હતી.
ઉપરાંત જેઠ દ્વારા પણ અઘટીત માંગણી કરી શારીરિક અડપલાં કર્યાની ફરિયાદ મહિલા પોલીસ મથકમાં નોંધાવાતાં ચકચાર જાગી છે.
જામનગરમાં લાલવાડી આવાસ વિસ્તારમાં રહેતી ફીરદોશ વસીમભાઈ પઠાણ નામની 26 વર્ષની સંધિ જ્ઞાતિની પરણીતાએ પોતાને દહેજના કારણે મારકુટ કરી ત્રાસ ગુજારી ઘરમાંથી હાંકી કાઢવા અંગે પોતાના પતિ વસીમભાઈ મહેફુઝખાન પઠાણ,સાસુ ઝુબેદાબેન મહરફુઝખાન પઠાણ,જેઠ જાવીદ મહેફૂઝખાન પઠાણ,અને નણંદ રેશમાબેન મહેફૂઝખાન પઠાણ સામે ફરિયાદ નોંધાવી છે.
આ ઉપરાંત તેણીનો જેઠ અઘટિત માંગણી કરતો હોવાથી,તેમજ શારીરિક અડપલાં કરીને હેરાન પરેશાન કરતો હોવાનું પણ પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.જામનગરની મહિલા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા પરણીતાને સાસરીયાઓ સામે ગુનો નોંધી તપાસનો દોર જુનાગઢ સુધી લંબાવ્યો છે.
રોજબરોજ આવી અનેક મહિલાઓ હોય છે જે દહેજનો ભોગ બનતા હોય છે.સાસરિયાંના કારણે દહેજની માગણી માટે ત્રાસ આપતા હોય છે.ભારત દેશમાં આવા અનેક બનાવો પોલીસના ચોપડે લખાયા નથી.મહિલાઓને ત્રાસ આપીને મારઝુંડ કરતાં હોય છે. અનેક એવી મહિલાઓ પણ છે.જે પોતાના સાસરિયાંના ડરથી પોલીસ ફરિયાદ કરતી નથી.અને છેવટે આપઘાત પણ કરી લેતી હોય છે.દેશમાં આવા અનેક બનાવો બનતા હોય છે.પણ સરકાર દ્વારા આવા લોકો પર કોઈ એક્શન લેવામાં કેમ નથી આવતું.આવા દહેજના ત્રાસ કરતાં લોકો માટે કાયદો બનાવો જોઈએ.મહિલા સાથે અડપલાં કરી તેનું રેપ પણ કરવામાં આવે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!