Jamnagar: લાલપુર ધોરીમાર્ગ પર બાઈક સ્લીપ થઈ જતાં યુવકનું મોત!
કિરીટભાઈ ચાવડા નામના 27 વર્ષના યુવાનનો લાલપુર ધોરી માર્ગ પર નજીક અકસ્માત સર્જાયો હતો.

યુવકના માથાના ભાગે પેટના ભાગે તેમજ શરીરના અન્ય ભાગોમાં પણ નાની મોટી ઈજા થઈ હતી

યુવકના માથાના ભાગે પેટના ભાગે તેમજ શરીરના અન્ય ભાગોમાં પણ નાની મોટી ઈજા થઈ હતી
જામનગરના લાલપુર ધોરી માર્ગ પર ચાલુ વરસાદે એક બાઈક સ્લીપ થઈ જતાં યુવાનનું ગંભીર ઈજા થવાના કારણે મોત નીપજ્યું હતું.
વધુ માહિતી સાથે ઉપલેટા તાલુકાના કોલકી ગામના વતની છે. હાલ જામનગરના રણજીત સાગર રોડ પર પ્રણામી ટાઉનશીપમાં રહેતા કિરીટભાઈ ચાવડા નામના 27 વર્ષના યુવાનનો લાલપુર ધોરી માર્ગ પર નજીક અકસ્માત સર્જાયો હતો.
ગઈ કાલે યુવાન રાત્રિના બે વાગ્યાની આસપાસ પોતાનું બાઈક લઈને પીપરટોડા થી જામનગર તરફ જઈ રહ્યો હતો.તે દરમિયાન વરસાદ ચાલુ હોવાના કારણે તેનું બાઈક સ્લીપ થઈ ગયું હતું.યુવકના માથાના ભાગે પેટના ભાગે તેમજ શરીરના અન્ય ભાગોમાં પણ નાની મોટી ઈજા થઈ હતી.જેના કારણે યુવકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.સારવાર માટે જામનગરની સરકારી જી.જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલના તબીબે જાહેર કર્યું હતું કે યુવકનું મૃત્ય નીપજ્યું છે. આ અંગે મૃતકના મોટાભાઈ ઋતુભાઈ કિરીટભાઈ ચાવડાએ પોલીસને જાણ કરતાં લાલપૂરના હેડ કોન્સ્ટેબલ ટી.બી.જાડેજા બનાવના સ્થળે અને હોસ્પિટલમાં હાજર થયા હતા.પોલીસે તપાસ હાથ ધરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!