રાજકોટમાં આવક કરતાં 3 ગણી ખરીદી કરનારા 500 લોકોને ITની નોટિસ
તમે આવક કરતા વધુ ખરીદી કરો છો તો ચેતી જજો..ઇન્કમટેક્ષ વિભાગની બાજ નજર તમારા પર છે

તમે આવક કરતા વધુ ખરીદી કરો છો તો ચેતી જજો..ઇન્કમટેક્ષ વિભાગની બાજ નજર તમારા પર છે

તમે આવક કરતા વધુ ખરીદી કરો છો તો ચેતી જજો..ઇન્કમટેક્ષ વિભાગની બાજ નજર તમારા પર છે
રાજકોટમાં આવકવેરા વિભાગે આવક કરતાં ત્રણ ગણી ખરીદી કરાનારાઓને શોધી કાઢીને તેમને નોટિસ ફટકારી છે. તમે હવે ક્રેડીટ કાર્ડ કે અન્ય રીતે ખરીદી કરતા હોવ પણ જો તમારી આવક પૂરતી નથી તો ધ્યાન રાખજો કે તમને પણ આવકવેરા વિભાગની નોટિસ મળી શકે છે.આવકવેરા વિભાગ તમારી પર બાજ નજર રાખી રહ્યું છે..
રાજકોટમાં આવક વેરા વિભાગે આવક કરતા ત્રણ ગણી ખરીદી કરનારા લોકોને નોટિસ નોટિસ ફટકારી છે. સુત્રોએ કહ્યું કે આવક કરતાં ત્રણ ગણી ખરીદી કરતા લોકો આવકવેરાની નજરમાં આવી ગયા હતા અને આવા લોકોને શોધી શોધીને આવકવેરા વિભાગ નોટિસ આપી રહ્યું છે. આવા લોકોએ હવે આવકવેરા વિભાગને પુરાવા આપવા પડશે કે તેમની આવક ઓછી છે છતાં તેમણે આવક કરતા વધુ ખરીદી કેવી રીતે કરી અને તમારાની વધારાની આવકનો સોર્સ શું છે.
આવકવેરા વિભાગે રાજકોટમાં આવક કરતા ત્રણ ગણો ખર્ચ કરનારા 500 લોકોને નોટિસ આપી છે. વર્ષ 2019 અને 2020 ના રિટર્ન માં દર્શાવેલી આવક કરતા ત્રણ ગણો વધુ ખર્ચ અને ખરીદી આઇ ટી વિભાગના ધ્યાને આવી છે. ખાસ કરીને આ લોકોએ
સોનું, પ્રોપર્ટી અને અન્ય લક્ઝરી વસ્તુઓની ખરીદી કરી હતી તેથી આવકવેરા વિભાગના ધ્યાને આવતા નોટિસ આપવામાં આવી છે. મોંઘીદાટ ચીજોની ખરીદી કેવી રીતે કરી તે જાણવા માટે આવકવેરા વિભાગે આ નોટિસ મોકલીને ખુલાસો પુછવામાં આવ્યો છે અને જ્યારે આ લોકોને હવે ઓળકી કઢાયા છે ત્યારે તેમને વધારાની આવક અંગે પણ ટેક્સ ભરવો પડશે તે નક્કી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.