PMJAYમા યોજનામાં ગેરરીતિ: પ્રફુલ પાનશેરીયા એકશનમાં
માનવતા વિરુદ્ધ વર્તન સહન નહીં, યોજનામાં ગોલમાલ કરનાર હોસ્પિટલો સામે આરોગ્ય મંત્રીના ડંડા

PMJAYમા યોજનામાં ગેરરીતિ: પ્રફુલ પાનશેરીયા એકશનમાં

PMJAYમા યોજનામાં ગેરરીતિ: પ્રફુલ પાનશેરીયા એકશનમાં
ગુજરાત રાજ્ય સરકારની લોકહિતકારી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના– મા (PMJAY-મા) અંતર્ગત ગરીબ અને મધ્યમવર્ગીય નાગરિકોને મળતી નિ:શુલ્ક સારવારમાં ગેરરીતિ આચરવા બદલ રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ કડક કાર્યવાહી હાથ ધરી છે. માનવતા વિરુદ્ધ વર્તન કરનાર હોસ્પિટલો સામે શૂન્ય સહનશીલતાની નીતિ અપનાવતા મંત્રીએ મોડી રાત સુધી સ્વયં સંકળાઈને આરોગ્ય સચિવને તાત્કાલિક પગલાં લેવાનો નિર્દેશ આપ્યો હતો, જેના પગલે 4 હોસ્પિટલ સામે પગલાં લેવાયા છે.
આકસ્મિક નિરીક્ષણમાં બે હોસ્પિટલ સસ્પેન્ડ
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલા આકસ્મિક નિરીક્ષણ દરમિયાન યોજનાની માર્ગદર્શિકાનું પાલન ન થતું હોવાનું જણાતાં, 4 ખાનગી હોસ્પિટલોમાંથી 2 હોસ્પિટલોને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવી છે, જ્યારે અન્ય 2 હોસ્પિટલોને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે.
સસ્પેન્ડ કરાયેલી હોસ્પિટલો:
દીપ ચિલ્ડ્રન હોસ્પિટલ, ગોધરા (પંચમહાલ): અહીં PICU અને NICU માટે જરૂરી માપદંડોની પૂરી રીતે નહોતા, એક્સપાયર્ડ દવાઓ મળી હતી અને MBBS ડોક્ટર હાજર નહોતા.
કાશીમા હોસ્પિટલ, ભરૂચ: અહીં પણ NICU માપદંડો પૂર્ણ નહોતા, નર્સિંગ સ્ટાફ અયોગ્ય હતો, બપોર સુધી તબીબી અધિકારી હાજર નહોતા અને BU પરમીશન તથા ફાયર NOC ઉપલબ્ધ નહોતાં.
કારણદર્શક નોટિસ મેળવનાર હોસ્પિટલોમાં મા ચિલ્ડ્રન અને જનરલ હોસ્પિટલ (કાલોલ, પંચમહાલ) તથા મા ચિલ્ડ્રન અને નીઓનેટલ કેર (દેવગઢ બારિયા, દાહોદ)નો સમાવેશ થાય છે, જ્યાં એક્સપાયર્ડ દવાઓ અને કિઓસ્ક સ્થાપિત ન હોવા જેવી ગેરરીતિઓ જોવા મળી હતી.
"માનવ સેવા જેવી પવિત્ર જવાબદારીમાં બેદરકારી સહન નહીં"
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ મોડી રાત્રે નિવેદન આપતા ભારપૂર્વક જણાવ્યું કે, "રાજ્ય સરકાર ગરીબ અને જરૂરિયાતમંદ નાગરિકો માટે આશીર્વાદ સમાન આ યોજનામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ કે માનવતા વિરોધી બેદરકારી સહન કરવામાં નહીં આવે."
તેમણે ચેતવણી આપતા જણાવ્યું કે, "ભવિષ્યમાં પણ જો કોઈ હોસ્પિટલ માનવ સેવા જેવી પવિત્ર જવાબદારીને અવગણીને ગેરરીતિ કે માનવતા વિરોધી વર્તન કરશે, તો રાજ્ય સરકાર દ્વારા વધુ કડક પગલાં લેવામાં આવશે. આરોગ્ય વિભાગ આ યોજનાની પારદર્શિતા અને ગુણવત્તા જાળવવા માટે સતત સજાગ છે."
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?