વનરાજાની વસ્તીમાં વધારો, સીએમએ 16મી સિંહ વસ્તીગણતરીના આંકડા કર્યા જાહેર
જાહેર કરાયેલાં આંકડા મુજબ હવે રાજ્યમાં વનરાજાની વસ્તી 891 સુધી પહોંચી છે.

ડાલામથ્થાની વસતીમાં વધારો

ડાલામથ્થાની વસતીમાં વધારો
રાજ્ય સરકાર દ્વારા 16મી સિંહ વસ્તીગણતરીના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. જાહેર કરાયેલાં આંકડા મુજબ હવે રાજ્યમાં વનરાજાની વસ્તી 891 સુધી પહોંચી છે. સાથે સાથે સિંહોના વસવાટ માટે તેમના વિસ્તારમાં પણ નોઁધપાત્ર વધારો જોવા મળ્યો છે. મહત્વનું છે કે હવે વનરાજા પરંપરાગત ગીર વિસ્તારની બહાર નીકળીને પોતાના નવા વિસ્તારોમાં વસવાટ કરી રહ્યા છે.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, સરકારના સાતત્યપૂર્ણ પ્રયાસોના કારણે સિંહોની વસ્તી સતત વધી છે. તેમણે વધુમાં કહ્યું કે,સરકારના સાતત્યપૂર્ણ પ્રયાસોના કારણે સિંહોની વસ્તી સતત વધી છે. 2020મા 674 અને આજે 891 જાહેર કરી છે. CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ખૂબ સારી રીતે સિંહોની સંખ્યા વધી છે. PM મોદીને એશિયાટીક સિંહો માટે આગવો લગાવ છે, મેક ઈન ઈન્ડિયામાં સિંહનો લોગોમાં ઉપયોગ કર્યો છે.સિંહ સંવર્ધનમાં સફળ પ્રયાસો PM મોદીના નેતૃત્વમાં થયા છે.
અગાઉ કરેલી વસતિ ગણતરી મુજબ 2020માં, જે પૂનમ અવલોકન પદ્ધતિથી કરવામાં આવી, તેમાં સિંહોની વસતી 674 નોંધાઈ હતી. તેમાં 161 નર, 260 માદા, 45 પાઠડા નર, 49 પાઠડા માદા અને 137 બચ્ચાંનો સમાવેશ થાય છે. જ્યારે આ વર્ષે 674 થી વધીને 891 સુધી સિંહોની વસતીમાં વધારો જોવા મળ્યો છે. જેમાં નર 196, માદા 330, પાઠડા 140 અને બચ્ચા 225 છે.
16મી સિંહ વસ્તીગણતરીમાં 3 હજાર 854 લોકો જોડાયા હતા, સિંહોની વસતી ધરાવતા એવાં અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર અને બોટાદ જિલ્લા સહિત રાજ્યના 11 જિલ્લાઓમાં તા.10 થી 13 મે-2025 દરમિયાન બે તબક્કામાં એશિયાઈ સિંહની વસ્તી ગણતરી કરાઈ હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?