સુરતના પુણા વિસ્તારમાં ચોંકાવનારી ઘટના બની છે જેમાં બીજી દિકરીનો જન્મ થતાં પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારવાનો પ્રયાસ કર્યો હતો. નવાઇની વાત એ છે કે પતિએ પત્નીનું મોંઢુ દબાવ્યું હતું અને નણંદે તેના મોંઢામાં ઝેર પીવડાવી દીધું હતું.
સુરતના પુણા વિસ્તારના ઉમરવાડામાં આ ઘટના બની છે. 21મી સદીમાં પણ સમાજ પુત્રીને ધીક્કારી રહ્યો છે. આજે દરેક ક્ષેત્રમાં યુવતીઓ આગળ વધી ગઇ છે અને છોકરાઓ કરતા છોકરીનો ડંકો વાગી રહ્યો છે. યુવતીઓ પોતાના પગભર થઇને પોતાના પરિવારનું અને ઘણા કિસ્સામાં તો પોતાના માતા પિતાનું પણ ભરણ પોષણ કરી રહી છે. આમ છતાં નારી તુ નારાયણી જેવું સુત્ર જે દેશમાં છે તે દેશમાં પુત્રી જન્મને વધાવવામાં આવતો નથી અને તેના ઘણા કિસ્સા બહાર આવે છે ત્યારે સુરતમાં આવા જ એક કિસ્સામાં નરાધમ પતિએ પત્નીની હત્યા કરી હતી.
સુરતના પુણા વિસ્તારમાં ઉમરવાડા ગામમાં પત્નીએ બીજી પુત્રીને જન્મ આપતા પરિવારમાં કકળાટ શરુ થયો હતો. અગાઉ પણ સંતાનમાં એક પુત્રી હોવાથી પતિ અને પરિવાર બીજી વાર પુત્રની ઝંખના રાખતો હતો પણ પત્નીએ બીજી વાર પણ પુત્રીનો જન્મ આપતાં પરિવાર પુત્રીને સ્વીકારી શક્યો ન હતો. બીજી વાર પુત્રીનો જન્મ થતાં પરિવારે પત્નીને મહેણાં ટોણાં મારવાના શરુ કર્યા હતા.
બીજી વાર પુત્રીનો જન્મ થતાં પતિ ઉશ્કેરાયો હતો અને તેની પોતાની જીવનસાથી જ હત્યા કરી દીધી હતી. ચોંકાવનારી વાત એ છે કે હત્યા કરવામાં મહિલાની નણંદે પણ પોતાના ભાઇનો સાથ આપ્યો હતો. પતિએ પત્નીનું બળજબરીથી મોં દબાવી દીધું હતું અને નણંદે તેને ઝેર પીવડાવી દીધું હતું.
મળેલી માહિતી મુજબ તસ્લીમાના આકીબ સાથે 3 વર્ષ પહેલા લગ્ન થયા હતા. લગ્નના થોડા જ મહિના પછી આકીબની બેનનું સગપણ થયું હતું. જેને લઈ અણબનાવ થતાં પતિએ પત્નીને માર માર્યો હતો. તસ્લીમાને બીજી દીકરીનો જન્મ થતા આકીબ અને તેની બહેન રોશન માનસિક ત્રાસ આપતા હતા . 17મી તારીખે બપોરે દંપતી દીકરીને લઈ ઝગડો થયો હતો. જેમાં પરિણીતાને તેના પતિ અને નણંદ મારી નાખવાનો પ્લાન ઘડી નાખ્યો હતો. જેના માટે પતિએ પત્નીનું મોઢું દબાવી નણંદે ઉંદર મારવાની દવા તેના મોઢામાં નાખી પીવડાવી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો.મહિલાનો પતિ માર્કેટમાં નાસ્તાની લારી ચલાવે છે. 17મી તારીખે સવારે સાતેક વાગ્યાના અરસામાં દીકરીએ ઊંધમાંથી ઉઠીને રડી રહી હતી, જેના કારણે પતિ તેના પર ગુસ્સે થયો હતો. આથી પત્નીએ પતિને દીકરી પર ગુસ્સે ન થવા બાબતે કહેતા ઝગડો કરી તમાચા મારી દીધા હતા. આ દરમિયાન નણંદ રોશન ત્યાં આવી ગઈ અને તેણે મહિલાનું ગળું દબાવી તમાચો મારી દીધો હતો.