આ સરકારી સ્કૂલોમાં તો કેવી રીતે ભણશે ગુજરાત
રાજકોટ મનપા સંચાલિક સ્કૂલ નં-1, 51નું કામ બાકી, 2008થી સ્કૂલ નં-99 ભાડાના મકાનમાં ચાલે છે

222 વિદ્યાર્થી વચ્ચે માત્ર 4 રૂમ

222 વિદ્યાર્થી વચ્ચે માત્ર 4 રૂમ
ગુજરાત સરકાર દ્વારા ભણશે ગુજરાત હેઠળ ગરીબ વર્ગનાં બાળકોને પ્રાથમિક શિક્ષણ સરળતાથી મળે તેના માટે પૂરતી સુવિધાઓ હોવાનો દાવો કરવામાં આવે છે. પરંતુ રાજકોટ જેવા મહાનગરમાં કોર્પોરેશન સંચાલિત 93 સ્કૂલઓમાંથી 4 સ્કૂલની હાલત જર્જરીત છે. જેમાં સ્કૂલ નંબર 11નું રિનોવેશન કામ શરૂ કરવામાં આવ્યું છે. પરંતુ સ્કૂલ નંબર 1 અને 51ના માટે બજેટમાં 2 કરોડની જોગવાઈ કરવામાં આવી હોવા છતાં હજુ કામગીરી ટેન્ડર પ્રક્રિયા સુધી પણ પહોંચી નથી.
એટલું જ નહીં સ્કૂલ નંબર 99 વર્ષ 2008થી એક ભાડાના મકાનમાં ચાલે છે. જેમાં 1થી 5નાં 222 છાત્રોની વચ્ચે માત્ર 4 રૂમ અને 2 બાથરૂમ છે. તેમજ બિલ્ડિંગની હાલત પણ જર્જરીત છે. જ્યારે ભગવતીપરામાં હાલમાં જે આધુનિક હાઈસ્કૂલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે તેની મંજૂરી મળી નહીં હોવાનું સામે આવ્યું છે. જેને લઇને આમાં ગુજરાત ક્યાંથી ભણશે જેવા સવાલો ઉઠી રહ્યા છે.
એટલું જ નહીં પ્રાથમિક રીતે જરૂરી કહી શકાય તેવા માત્ર 2 બાથરૂમ આ સ્કૂલમાં જોવા મળ્યા હતા. જેને કારણે રીસેસ પડે ત્યારે છાત્રો 15 મિનિટ સુધી લાઈનમાં ઉભા રહેવા મજબુર હોવાના દૃશ્યો જોવા મળ્યા હતા.

તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.