Rajkot : અમિત ખૂંટની પત્નીનો CM ને પત્ર, આરોપીઓની તાત્કાલિક ધરપકડની માંગ!
અમિત ખૂંટે સુસાઈડ નોટમાં હનીટ્રેપ અને ખોટા બળાત્કાર કેસની ધમકીથી હેરાનગતિનો ઉલ્લેખ કર્યો...

અમિત ખૂંટના આત્મહત્યા કેસમાં નવો વળાંક...

અમિત ખૂંટના આત્મહત્યા કેસમાં નવો વળાંક...
રાજકોટ (Rajkot)ના રીબડા ગામે અમિત ખૂંટના આત્મહત્યા કેસમાં નવો વળાંક આવ્યો છે. મૃતક અમિત ખૂંટના પત્નીએ મુખ્યમંત્રીને પત્ર લખીને આરોપીઓ અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજાની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.
ગામમાં ભયનો માહોલ અને પોલીસ પ્રોટેક્શનની માંગ...
મૃતકની પત્નીએ પોતાના પત્રમાં જણાવ્યું છે કે, આરોપીઓ અને મૃતક એક જ ગામના હોવાથી અનિરુદ્ધસિંહનો પુત્ર શક્તિસિંહ જાડેજા ગામમાં ભય ફેલાવી રહ્યો છે. આક્ષેપ છે કે, તેમના મળતીયાઓ દ્વારા પરિવારજનોને ડરાવવામાં અને ધમકાવવામાં આવી રહ્યા છે, જેના કારણે તેમનો પરિવાર ભયના ઓથાર નીચે જીવી રહ્યો છે. આ સ્થિતિમાં, મૃતકની પત્નીએ પોતાના પરિવારજનોને પોલીસ પ્રોટેક્શન આપવાની પણ માંગ કરી છે.
આત્મહત્યાનું કારણ અને પોલીસ કાર્યવાહી...
મળતી માહિતી મુજબ, અમિત ખૂંટે આપઘાત કરતા પહેલા એક સુસાઈડ નોટ લખી હતી, જેમાં અનિરુદ્ધસિંહ જાડેજા, તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજા સહિત કેટલાક લોકોના નામનો ઉલ્લેખ હતો. આ સુસાઈડ નોટમાં અમિત ખૂંટે હનીટ્રેપમાં ફસાવવામાં આવ્યા હોવાનો અને ખોટા બળાત્કાર કેસની ધમકીથી હેરાન કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે, પરંતુ મુખ્ય આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર હોવાથી પરિવાર અને ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?