ગૃહિણી દિવસ: ઘરને 'ઘર' બનાવનારનું ક્યાં છે સ્થાન?
ગૃહિણી દિવસ ની ઉજવણી વચ્ચે NCRBના ડેટા મુજબ, કુલ આપઘાતના 20 ટકા કિસ્સા ગૃહિણીઓના છે

ગૃહિણી દિવસ

ગૃહિણી દિવસ
આજે, 3 નવેમ્બર, એટલે કે ગૃહિણી દિવસ છે, ત્યારે ઘરને સાચી રીતે 'ઘર' બનાવતી માતાઓ, પત્નીઓ અને દીકરીઓની સ્થિતિ વિશે નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. ટીવી સિરિયલોમાં દેખાતી ગૃહિણીની એશોઆરામની સ્થિતિ વાસ્તવિકતાથી તદ્દન વિપરીત છે.
આપઘાતના કિસ્સામાં 20 ટકા કેસ ગૃહિણી
મળતી માહિતી મુજબ, ભારતમાં કુલ આપઘાતના કિસ્સામાં 20 ટકા કેસ ગૃહિણીઓના છે, જે દર્શાવે છે કે, મકાનને ઘર બનાવતી મહિલાઓ ગંભીર માનસિક તણાવ અને સામાજિક ઉપેક્ષાનો ભોગ બની રહી છે. ઘરના મોભી તરફથી ઘણીવાર સાંભળવા મળતું વાક્ય કે, 'તારે ઘરકામ સિવાય કરવાનું શું હોય છે?' તેમની મહેનત અને પ્રયત્નોનું સન્માન કરવાને બદલે, તેમને તીરની અણીની જેમ ખૂંચે છે, જેના પરિણામે ગૃહિણી આપઘાતના કિસ્સાઓ વધી રહ્યા છે.
5 વર્ષમાં 8717 ગૃહિણીઓએ મોત વ્હાલું કર્યું
નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના ડેટા મુજબ, છેલ્લા 5 વર્ષમાં 8717 ગૃહિણીઓએ મોત વ્હાલું કર્યું હતું, જે ખૂબ જ ગંભીર આંકડો છે. ખાસ કરીને ગુજરાતની વાત કરીએ તો, અહીં સરેરાશ 5 મહિલાઓ દરરોજ પોતાનું જીવન ટૂંકાવી દે છે. આ ગૃહિણીઓના આપઘાત પાછળના મુખ્ય પરિબળોમાં દહેજ, માનસિક ત્રાસ અને ઘરકંકાસ મજબૂતાઈથી સામે આવે છે. ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં ગૃહિણી આપઘાતના કેસ સતત ચિંતાજનક સ્તરે રહ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?