રાજ્યના આ શહેરમાં આવતીકાલે 7 કલાકનો વીજકાપ
23 વિસ્તારો અને 5 ગામો પ્રભાવિત થશે

ઈન્ટરનેટ

ઈન્ટરનેટ
Himmatnagar Power Outage: સાબરકાંઠાના મુખ્ય મથક હિંમતનગર શહેર અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આવતીકાલે શનિવારે મોટો વીજકાપ રહેવાના સમાચાર સામે આવ્યા છે. ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (UGVCL) ના જણાવ્યા અનુસાર, હિંમતનગર-1 સબસ્ટેશનમાં તાકીદનું જરૂરી સમારકામ અને મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ ટેકનિકલ કામગીરીને કારણે શનિવારે સવારે 7:00 વાગ્યાથી બપોરના 2:00 વાગ્યા સુધી, એટલે કે સતત 7 કલાક સુધી વીજ પુરવઠો સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે. સબસ્ટેશન હેઠળ આવતા 15 થી વધુ વીજ ફીડરો બંધ રહેવાના કારણે શહેરના 23 થી વધુ મુખ્ય વિસ્તારો અને પાંચ ગ્રામ્ય વિસ્તારોમાં પાવર સપ્લાય ખોરવાઈ જશે.
કયા ફીડરો પ્રભાવિત થશે?
UGVCLના સત્તાવાર અહેવાલ મુજબ, હિંમતનગર-1 સબસ્ટેશનમાંથી નીકળતા નિકુંજ, ગોકુલનગર, ગાયત્રી, મોતીપુરા, અલકાપુરી, મહાવીરનગર, એસ્ટ્રોન, હાજીપુરા, હિંમતનગર, દુર્ગા, રાજતિરથ, મહાકાલી, અતિથિ, મેડિકલ અને હાપા સહિતના તમામ 15 ફીડરોનો પાવર સપ્લાય સવારે 07:00 વાગ્યાથી બપોરે 02:00 વાગ્યા સુધી બંધ કરી દેવાશે.
શહેરના કયા વિસ્તારોમાં રહેશે વીજળી ગુલ?
આ વીજકાપના લીધે હિંમતનગર શહેરના મુખ્ય રહેણાંક અને વ્યાપારી વિસ્તારો જેવા કે સહકારી જીન રોડ, ખેડતસિયા રોડ, સ્ટેશન રોડ, નેશનલ હાઈવે, ઈડર સ્ટેટ હાઈવે, જુનાબજાર, નવાબજાર અને હિંમતનગર GIDCમાં વીજળી ગુલ રહેશે. આ ઉપરાંત ગાયત્રી મંદિર રોડ, દોલત વિલાસ પેલેસ રોડ, બાયપાસ રોડ, હાજીપુરા, પોલોગ્રાઉન્ડ મદીના મસ્જિદ રોડ, વહોરવાડ, મદ્રેસા સ્કૂલ વિસ્તાર, મેમણ કોલોની, જુની સિવિલ હોસ્પિટલ, છાપરિયા પોલિટિકલ કોલેજ રોડ, મહાકાલી મંદિર રોડ, નવી જિલ્લા પંચાયત અને હડિયોલ રોડના આસપાસના વિસ્તારોમાં પણ લોકોને વીજળી વિના રહેવું પડશે.
આસપાસના 5 ગામોમાં પણ અંધારપટ, ગમે ત્યારે પાવર આવશે
શહેરી વિસ્તારો ઉપરાંત આ સબસ્ટેશન સાથે જોડાયેલા ગ્રામ્ય વિસ્તારોમાં પણ વીજકાપની વ્યાપક અસર જોવા મળશે. વીજ કંપનીના જણાવ્યા મુજબ હાપા, કાટવાડ, તાજપુરી, પોલાજપુર અને કુડોલ ગામોમાં પણ આ સાત કલાક દરમિયાન વીજ પુરવઠો સદંતર ખોરવાયેલો રહેશે. UGVCL તંત્ર દ્વારા સ્થાનિક નાગરિકો અને વેપારીઓને અગાઉથી પોતાના જરૂરી કામો આયોજનપૂર્વક પતાવી લેવા અનુરોધ કરાયો છે. સાથે જ વીજ કંપનીએ સ્પષ્ટતા કરી છે કે સબસ્ટેશનમાં સમારકામની કામગીરી પૂર્ણ થયા બાદ, લાઈનો ચાલુ કરવા માટે કોઈ પણ પ્રકારની પૂર્વ સૂચના આપવામાં આવશે નહીં અને વીજ પુરવઠો આપોઆપ ફરીથી યથાવત કરી દેવામાં આવશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

14.9%થી 13.3%... ગુજરાતના શિક્ષણ બજેટમાં આખરે શું બદલાયું?

ખાંડ રૂ.37થી રૂ.84, ડુંગળી રૂ.23થી રૂ.84 અને દાળ-તેલના ભાવમાં પણ મોટો ઉછાળો...

2023માં 4, 2024માં 19 અને 2025માં 5 કેસ... ગુજરાતમાં ગર્ભસ્થ શિશુનું લિંગ ગેરકાયદેસર રીતે જાણવા મામલે આ આંકડા શું કહી રહ્યા છે?