PSIની ભરતી મામલે અરજદારની ફરીથી ઉંચાઈ માપવા હાઈકોર્ટનો આદેશ
સંતોષકારક જવાબ નહી મળતાં ઉમેદવારે હાઈકોર્ટમાં કરી હતી અરજી

ફરીથી ઉંચાઈ માપવા હાઈકોર્ટનો આદેશ

ફરીથી ઉંચાઈ માપવા હાઈકોર્ટનો આદેશ
હાલમાં પોલીસ ભરતી બોર્ડ દ્વારા PSI અને કોન્સ્ટેબલની ભરતી પ્રક્રિયા અંતર્ગત શારીરિક કસોટી ચાલી રહી છે. આ શારીરિક કસોટી દરમિયાન એક ઉમેદવારને ઉંચાઈ બાબતે ડિસક્વોલિફાઈડ કરવામાં આવ્યો હતો. ભૂતકાળમાં ઉમેદવાર પોલીસ ભરતીની PST અને PET તેમજ ફોરેસ્ટ બીટ ગાર્ડની ફિઝિકલ પરીક્ષા પાસ કરી ચૂક્યા હતા. તેઓ એક વર્ષથી પોલીસ વિભાગમાં હથિયારી કોન્સ્ટેબલ તરીકે નોકરી કરી ચુક્યા હોવા છતાં ઉમેદવારની રજૂઆત નહી સાંભળી હડધૂત કરવામાં આવ્યા હતા. તેથી અરજદારે હાઈકોર્ટમાં ધા નાખતા હાઈકોર્ટે સંબંધિત વિભાગોને નોટિસ પાઠવી અરજદારની ફરીથી ઉંચાઈ માપણી કરી આગામી સુનાવણીમાં હાજર રહેવા હાઈકોર્ટે આદેશ કર્યો છે.
પોલીસ ભરતી પ્રક્રિયા અંતર્ગત અલ્પેશ રણછોડભાઈ પગી નામના ઉમેદવાર PSI ની જગ્યા માટે શારીરિક કસોટી આપવા ગયા હતા. શારીરિક કસોટી દરમિયાન ઉમેદવારની ઉંચાઈ 163 હોવાનું કહીને ડિસક્વોલિફાઈડ કરવામાં આવ્યો હતો.ઉમેદવારે ભૂતકાળમાં પોલીસ ભરતીની બે ફિઝિકલ ટેસ્ટ PST અને PET પાસ કરી હતી. આ ઉપરાંત ફોરેસ્ટ બીટ ગાર્ડની ફિઝિકલ ટેસ્ટ પાસ કરી હતી. જ્યારે એક વર્ષથી પોલીસ વિભાગમાં હથિયારી કોન્સ્ટેબલ તરીકે કાયમી નોકરી કરતાં હતા. તેઓ મહેનત કરીને PSI બનવા માટે ચાલુ સરકારી નોકરી છોડી બે વર્ષથી ગાંધીનગરમાં રહી તૈયારી કરી હતી. સામાન્ય પરિવારમાંથી આવતા હોવાથી પરિવારના મોટા દીકરાના કારણે પરિવારની અન્ય જવાબદારીઓ પણ હતી. તેથી ઉમેદવારે ઉંચાઈ બાબતે ગ્રાઉન્ડ ઉપર રહેલા જવાબદાર ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, રજૂઆત સાંભળ્યા વગર ઉમેદવારને હડધૂત કરી કાઢી મૂક્યા હતા.
ઉમેદવારે ભૂતકાળની તમામ ભરતીમાં પાસ થયેલાનાં આધાર પુરાવા, સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસરનો ઊંચાઈનો રિપોર્ટ આપવા છતાં અધિકારીઓ વાત સાંભળવા તૈયાર થયા નહોતા. તેથી ઉમેદવારે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટે ઉમેદવારની અરજી મંજૂર કરી સંબંધિત અધિકારીઓને નોટિસ પાઠવી 3 ફેબ્રુઆરી સુધીમાં અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં ફરી ઊંચાઈ માપણી કરવા આદેશ કર્યો છે. જ્યારે આગામી સુનાવણી દરમિયાન ઉમેદવારની ઉંચાઈનો રિપોર્ટ રજૂ કરવા હુકમ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, પોલીસ ભરતી પ્રક્રિયા અંતર્ગત શારીરિક કસોટી દરમિયાન દરરોજ આવા 5 થી 7 કિસ્સા બની રહ્યા છે. દરેક વખતે ન્યાય મેળવવા માટે અરજદારોએ હાઈકોર્ટમાં જવું પડે તો પોલીસ ભરતી બોર્ડની કામગીરી શું છે? જેવા અનેક સવાલ ઉમેદવારોના મનમાં ઉઠી રહ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.