લેટર કાંડના આરોપીઓને હાઈકોર્ટે આપ્યા જામીન
આ પહેલાં, પાયલ ગોટી માટે અમરેલી સેશન કોર્ટે જામીન આપ્યો હતો. હવે, આ લેટર કાંડના બાકી રહેલા ત્રણ અન્ય આરોપીઓને પણ જામીન આપવામાં આવ્યા

લેટર કાંડના આરોપીઓને આપ્યા જામીન

લેટર કાંડના આરોપીઓને આપ્યા જામીન
લેટર કાંડના મુખ્ય આરોપી મનીષ વઘાસીયાને ગુજરાત હાઈકોર્ટે જામીન આપ્યો છે. તેમનાં સાથે જ, જસવંતગઢના સરપંચ અશોક માંગરોળીયા અને જીતુ ખાત્રાને પણ જામીન મળ્યાં છે.
આ પહેલાં, પાયલ ગોટી માટે અમરેલી સેશન કોર્ટે જામીન આપ્યો હતો. હવે, આ લેટર કાંડના બાકી રહેલા ત્રણ અન્ય આરોપીઓને પણ જામીન આપવામાં આવ્યા છે. હાઈકોર્ટે આ તમામ આરોપીઓને જામીન આપતા, તેમના માટે વકીલ અભિજિત રાઠોડ અને અપૂર્વ જાનીએ પહેલી વખત કોર્ટમાં દલીલ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે આ કેસમાં પહેલા પાયલ ગોટીને પણ જામીન આપવામાં આવ્યા હતા. આ લેટરકાંડમાં કેટલાક રાજકીય અને સામાજિક વ્યક્તિઓના નામ જોડાયા છે. આમાં, અમરેલી જિલ્લામાં કેટલાક લોકો પર આરોપ મૂકવામાં આવ્યો હતો કે તેમણે વ્યાપારિક અને રાજકીય હિત માટે ખોટા અને અપમાનજનક પત્ર લખ્યા હતા.
આપને જણાવી દઈએ કે અમરેલી લેટર કાંડની તપાસ હવે SMC ના વડાને સોંપવામાં આવી છે. આ સમગ્ર મામલાની તપાસ નિલિપ્ત રાય અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે પીડિત તરફથી નિષ્પક્ષ તપાસની માંગ કરવામાં આવી છે. તેમજ IPS નિલિપ્ત રાય તપાસ કરે તેવી નામ જોગ માંગ પણ પીડિતા તરફથી કરવામાં આવી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.