બ્રિજની સુરક્ષા માટે ભારે વાહનો પર પ્રતિબંધ
16 ઓવરબ્રિજ પર હાઇટ બેરિયર મુદ્દે એક્સપર્ટનો અભિપ્રાય લેવાશે

અમદાવાદ બ્રિજ

અમદાવાદ બ્રિજ
અમદાવાદના 16 ઓવરબ્રિજ પર ભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ :
સુભાષ બ્રિજની નબળી સ્થિતિનો અહેવાલ સામે આવ્યા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) શહેરના મહત્ત્વના ઓવરબ્રિજની સુરક્ષાને લઈને સતર્ક બન્યું છે. તાત્કાલિક પગલાં રૂપે, AMCએ શહેરના 16 ઓવરબ્રિજ પરથી ભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ મૂક્યો છે અને આ અંગેના પ્રતિબંધના બોર્ડ લગાવી દીધા છે.
બ્રિજને ઓવરલોડેડ અને ભારે વાહનોથી થતા નુકસાનથી બચાવવા અને શહેરમાં ભારે વાહનોના અનિયંત્રિત પ્રવેશને અટકાવવા માટે આ પ્રારંભિક નિર્ણય લેવાયો છે.
હાઇટ બેરિયર્સ અંગે અંતિમ નિર્ણય એક્સપર્ટ રિપોર્ટ બાદ :
મહાત્મા ગાંધી બ્રિજ સહિત કુલ 16 બ્રિજ પર હાઇટ બેરિયર્સ (ઊંચાઈ પ્રતિબંધક) મૂકવાની તૈયારીઓ શરૂ કરાઈ છે અને તેના માટેનો સામાન પણ પહોંચી ચૂક્યો છે. જોકે, AMCએ સ્પષ્ટતા કરી છે કે શહેરના તમામ બ્રિજ પર હાલ તાત્કાલિક હાઇટ બેરિયર લગાવવામાં આવશે નહીં.
AMC દ્વારા હાથ ધરાયેલી તપાસમાં દરેક બ્રિજની વર્તમાન સ્થિતિ, તેની રચનાત્મક ક્ષમતા અને સલામતીના ધોરણોનું ઝીણવટપૂર્વક મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. હાઇટ બેરિયર લગાવવાનો અંતિમ નિર્ણય નિષ્ણાત એજન્સી દ્વારા આપવામાં આવતા ટેકનિકલ રિપોર્ટ અને ભલામણોના આધારે જ લેવામાં આવશે.
મ્યુનિસિપલ કમિશનરના દિશાનિર્દેશો મુજબ, હાલમાં બ્રિજ એક્સપર્ટ સાથે પરામર્શ ચાલી રહી છે. આ પરામર્શ પૂર્ણ થયા બાદ જ હાઇટ બેરિયર લગાવવા અંગે યોગ્ય અને અંતિમ નિર્ણય લેવામાં આવશે. AMCએ સ્પષ્ટ કર્યું છે કે, શહેરના બ્રિજની સલામતી સર્વોપરી છે અને કોઈપણ પગલું માત્ર ટેકનિકલ તપાસ અને નિષ્ણાતોની સલાહ બાદ જ લેવામાં આવશે
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?