ગુજરાતમાં 22 મે બાદ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, દક્ષિણ ભારતમાં તોફાની વરસાદની શક્યતા
ગુજરાતમાં 22થી 24 મે વચ્ચે ભારે વરસાદની આગાહી છે. જ્યારે યુપી, બિહાર અને દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શક્યતા છે.

ભારે વરસાદની આગાહી

ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ (IMD) દ્વારા જારી કરાયેલી તાજી આગાહી મુજબ, દેશમાં એક તરફ તીવ્ર ગરમીનું મોજું છે, તો બીજી તરફ ઘણા વિસ્તારોમાં ચક્રવાતી પરિસ્થિતિ અને પશ્ચિમી વિક્ષેપના કારણે તોફાની વરસાદની સ્થિતિ સર્જાઈ છે.
22 મે બાદ ભારે વરસાદની શક્યતા
ગુજરાત માટે IMDએ જણાવ્યું છે કે આજે ગીર સોમનાથ, અમરેલી, દીવ, ભાવનગર, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસે જણાવ્યું છે કે, 21 મે બાદ રાજ્યમાં વરસાદની ગતિવિધિ વધશે અને 22થી 24 મે દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદ પડશે. 24 મેના રોજ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સંભાવના છે.
દિલ્હી-NCRમાં પવન અને વરસાદ
દિલ્હી અને NCR વિસ્તારમાં આજે હવામાનમાં બદલાવ નોંધાયો છે. પશ્ચિમી વિક્ષેપ અને ચક્રવાતી પવનના કારણે અહીં હળવેથી મધ્યમ વરસાદ અને વાવાઝોડાની શક્યતા છે. મહત્તમ તાપમાન લગભગ 38°C અને લઘુત્તમ તાપમાન 26°C રહેવાની શક્યતા છે. લોકોને ધૂળના ઝાપટાથી બચવા સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.
રાજસ્થાનમાં તીવ્ર ગરમીનું મોજું યથાવત
રાજસ્થાનના પશ્ચિમી ભાગોમાં જેમ કે, જેસલમેર, બિકાનેર અને જોધપુરમાં તીવ્ર ગરમીનું મોજું ચાલુ છે. તાપમાન 42°Cથી 45°C સુધી પહોંચી શકે છે. પૂર્વી રાજસ્થાનમાં થોડો હળવો વરસાદ પડી શકે છે જેના કારણે તાપમાનમાં થોડી રાહત મળવાની આશા છે. હવામાન વિભાગે લોકો માટે ગરમી સામેની તકેદારી રાખવા સૂચના આપી છે.
દક્ષિણ ભારતમાં અતિ ભારે વરસાદની આગાહી
કર્ણાટક અને કેરળમાં પૂર્વ ચોમાસાની ગતિવિધિઓના કારણે ભારે વરસાદ પડવાની શક્યતા છે. કર્ણાટકના દરિયાકાંઠાના અને દક્ષિણ આંતરિક વિસ્તારોમાં ખાસ કરીને બેંગલુરુ, મેંગલુરુ અને હુબલીમાં 20 અને 21 મે દરમિયાન અતિ ભારે વરસાદની આગાહી છે. તાપમાન 30°C થી 34°C વચ્ચે રહેશે.
કેરળમાં પણ તિરુવનંતપુરમ, કોચી અને કોઝિકોડમાં ભારે વરસાદ અને વાવાઝોડાની શક્યતા છે. માછીમારોને દરિયામાં ન જવાની ચેતવણી અપાઈ છે. અહીં તાપમાન 29°Cથી 32°C વચ્ચે રહેશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?