ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, રાજ્યના 5 જિલ્લામાં રેડ એલર્ટ, 201થી વધુ તાલુકાઓમાં નોંધાયો વરસાદ
ગુજરાતમાં ફરી ચોમાસું ઉગ્ર બન્યું છે. હવામાન વિભાગે 5 જિલ્લામાં રેડ એલર્ટ અને 200થી વધુ તાલુકામાં ભારે વરસાદ નોંધ્યો છે.

વરસાદની આગાહી

વરસાદની આગાહી
ગુજરાતમાં ચોમાસું જોરશોરથી પ્રવેશી ગયું છે અને હવામાન વિભાગે આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી સાથે ચેતવણી જાહેર કરી છે. આ વખતે રાજ્યમાં ભારે વરસાદના કારણે અનેક જિલ્લામાં એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગ મુજબ, 5 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યો છે જેમાં ભાવનગર, સુરત, તાપી, ડાંગ અને નવસારીનો સમાવેશ થાય છે. અહીં 5મી જુલાઈના રોજ અતિ ભારે વરસાદ પડી શકે છે. આ સાથે જ રાજ્યના અન્ય તમામ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જ્યાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા દર્શાવવામાં આવી છે.
છઠ્ઠી અને સાતમી જુલાઈ માટે હવામાન વિભાગે આગાહી મુજબ નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે જ્યારે અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, છોટા ઉદેપુર અને દાહોદ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યો છે. આગામી દિવસો માટે પણ વરસાદી તંત્રે આગાહી આપી છે જેમાં આઠમી જુલાઈએ અમરેલી, ભાવનગર, નવસારી, ડાંગ, તાપી, નર્મદા, વલસાડ, છોટા ઉદેપુર અને દાહોદમાં યલો એલર્ટ છે. 9મી જુલાઈએ નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ છે જ્યારે 10મી જુલાઈએ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લામાં પણ યલો એલર્ટ જાહેર કરાયું છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન કુલ 201 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ સુરતના પલસાણા તાલુકામાં 3.7 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત બનાસકાંઠાના કાંકરેજમાં 3.5 ઈંચ, સુરેન્દ્રનગરના લખતરમાં 3.4 ઈંચ, વલસાડમાં 3.23 ઈંચ, વાપીમાં 3.15 ઈંચ, વાવ તાલુકામાં 3.0 ઈંચ અને દ્વારકાના કલ્યાણપુરમાં 3.0 ઈંચ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે લોકોને નીચાણવાળા વિસ્તારોમાં ખાસ સાવચેતી રાખવા સૂચના આપી છે અને અમુક વિસ્તારોમાં જોખમથી બચવા માટે ઘરેથી બહાર ન નીકળવા વિનંતી કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!