અમદાવાદમાં વધતી ગરમી સાથે ફાટી નીકળ્યો રોગચાળો, સોલા સિવિલની OPD 2100ને પાર
અમદાવાદમાં વધી રહેલી તીવ્ર ગરમીના કારણે રોગચાળો વકર્યો છે, જેમાં સોલા સિવિલ હોસ્પિટલની OPDમાં 2100થી વધુ દર્દીઓ નોંધાયા છે.

સોલા સિવિલ હોસ્પિટલ

સોલા સિવિલ હોસ્પિટલ
અમદાવાદ શહેરમાં તીવ્ર ગરમીના કારણે રોગચાળો વકરતો જોવા મળી રહ્યો છે. છેલ્લા 10 દિવસમાં ઋતુગત બીમારીઓના 152 નવા કેસ નોંધાયા છે. સૌથી વધુ અસર સોલા સિવિલ હોસ્પિટલ પર પડી છે જ્યાં OPDમાં દર્દીઓની સંખ્યા 2100થી વધુ પહોંચી ગઈ છે.
સોલા સિવિલમાં નોંધાયેલા કેસોમાં સૌથી વધુ 120 કેસ વાયરલ ઈન્ફેક્શનના છે. આ ઉપરાંત ઝાડા ઉલ્ટીના 36 દર્દી અને ડેન્ગ્યૂના 12 દર્દીઓને સારવાર માટે દાખલ કરવાની ફરજ પડી છે. ગરમીના કારણે કમળાના 30 કેસ તેમજ દરરોજ હિટ સ્ટ્રોકના 10 કેસ જોવા મળી રહ્યા છે.
108 ઇમર્જન્સી સેવા અનુસાર, 12થી 21 મે દરમિયાન 152 કોલ મળ્યા હતા, જેમાં તાવ, ડાયેરિયા અને પેટ દુખાવાના અનેક કેસ હતા. ગરમીના પગલે ડિહાઇડ્રેશન અને નબળાઈ જેવી તકલીફો પણ વધી રહી છે.
અત્યારે પાણી તથા મચ્છરજન્ય રોગોનો પણ કહેર વધી રહ્યો છે. તેમાં લોકો નાની મોટી તકલીફો લઈને હોસ્પિટલમાં ધસી રહ્યા છે.
આ સાથે જ શહેરમાં કોરોનાના કેસ પણ ફરી વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 20 નવા કેસ નોંધાયા છે, જયારે સમગ્ર મે મહિનામાં 39 કેસ સામે આવ્યા છે. હાલ શહેરમાં 31 એક્ટિવ કેસ છે અને સૌથી વધુ 10 કેસ ઉત્તર પશ્ચિમ ઝોનમાં નોંધાયા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?