ગુજરાતમાં ગરમી વચ્ચે માવઠાની આફત: વરસાદની આગાહી
બે વરસાદી સિસ્ટમ સક્રિય થતા આગામી 4 એપ્રિલ સુધી રાજ્યના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ

ગુજરાતમાં વરસાદની આગાહી

ગુજરાતમાં વરસાદની આગાહી
ગુજરાતના વાતાવરણમાં એકાએક મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે હવે મેઘરાજાની એન્ટ્રી થવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં આજથી ગરમીના પારામાં આંશિક ઘટાડો નોંધાશે. સરેરાશ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો થતા લોકોને ગરમીથી થોડી રાહત મળશે, પરંતુ તેની સામે 'માવઠા'નો ખતરો તોળાઈ રહ્યો છે.
તાપમાનના આંકડા પર એક નજર :
છેલ્લા 24 કલાકમાં રાજ્યના મુખ્ય શહેરોમાં નોંધાયેલ તાપમાન નીચે મુજબ છે:
અમદાવાદ: 37 ડિગ્રી (સૌથી વધુ)
ગાંધીનગર અને વડોદરા: 36 ડિગ્રી
સુરેન્દ્રનગર: 35.6 ડિગ્રી
અમરેલી: 35.2 ડિગ્રી
ડીસા: 35 ડિગ્રી
ભાવનગર: 33.4 ડિગ્રી
કંડલા: 33.2 ડિગ્રી
આગામી 4 એપ્રિલ સુધી વરસાદી માહોલ :
હવામાન વિભાગની આગાહી મુજબ, હાલમાં બે શક્તિશાળી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે 4 એપ્રિલ સુધી સમગ્ર રાજ્યમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, કચ્છ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં માવઠાની અસર વધુ જોવા મળશે.
કયા દિવસે કયા વિસ્તારોમાં પડશે વરસાદ ?
1. આજે (2 એપ્રિલ):
કચ્છ, દ્વારકા, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર ઉપરાંત ઉત્તર અને મધ્ય ગુજરાતના પાટણ, બનાસકાંઠા, મહેસાણા, દાહોદ, વડોદરામાં વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના સુરત, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ અને નવસારીમાં પણ પવન સાથે છાંટા પડી શકે છે.
2. 3જી એપ્રિલ:
આ દિવસે મુખ્યત્વે બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો જેવા કે દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથમાં વરસાદી માહોલ રહેશે.
3. 4 થી એપ્રિલ:
વરસાદી સિસ્ટમ મધ્ય અને પૂર્વ ગુજરાત તરફ આગળ વધશે. જેમાં અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા, પંચમહાલ, મહીસાગર, દાહોદ અને અરવલ્લી જિલ્લાઓનો સમાવેશ થાય છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.