CM સામે ન્યાય માંગનાર મહિલાને ઘર ખાલી કરવાની નોટિસ
વડોદરાની હરણી બોટકાંડમાં દીકરી ગુમાવનારા પીડિત પરિવારને ન્યાય તો મળ્યો નહીં, પણ હવે ઘર ખાલી કરવાની સરકારની નોટિસ મળી છે.

દીકરી બાદ હવે ઘર ઘુમાવવાનો વારો

દીકરી બાદ હવે ઘર ઘુમાવવાનો વારો
વડોદરાના હરણી બોટકાંડની ઘટના તારીખ 18 જાન્યુઆરી 2024ની છે, જ્યાં એક બોટ પલટી જતાં 14 લોકોના મૃત્યુ થયા હતા, જેમાં 12 નિર્દોષ બાળકોનો પણ સમાવેશ થયો હતો, રાજ્યભરમાં આ ઘટનાએ ગમગીન માહોલ સર્જ્યો હતો.
જ્યાં ન્યાય જોઈએ ત્યાં નોટિસ
વડોદરામાં પાણીગેટ નજીકના વિસ્તારમાં રહેતા 200 જેટલા લોકોને દબાણની નોટિસ મળી છે. જેમાં હરણી બોટકાંડમાં દીકરી ગુમાવનાર સરલા શિંદેને પણ ઘર ખાલી કરવાની નોટિંસ આપી છે. તેઓને મકાનના પૂરાવા રજૂ કરવાની મુદ્દત આપી છે.
આ દુર્ઘટનામાં દીકરી ગુમાવનારા શિંદે પરિવારને હવે સરકારી રીતે ઘર ખાલી કરવાની નોટિસ મળી છે. અત્યારસુધીમાં ન્યાય ન મળ્યો હોવા છતાં, પીડિતોને હવે અન્ય એક સજા મળી રહી છે.
મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ઉગ્ર રજૂઆત
થોડા દિવસ પહેલા વડોદરામાં યોજાયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વિકાસ કાર્યક્રમમાં પીડિત મહિલાએ ન્યાય માટે પોકાર કરી.
આ દરમિયાન સુરક્ષાકર્મીઓએ મહિલાને બળજબરીથી બેસાડી દીધી અને મુખ્યમંત્રીએ પણ મહિલાને “એજન્ડા મુજબ આવી છે” કહીને અવગણના કરી હતી.
પીડિત મહિલાનો આક્રંદ
મહિલાએ કહ્યું, "શું અમે આતંકવાદી છીએ? શું અમે ગુનેગારો છીએ? અમારો વાંક એટલો જ છે કે અમે અમારા બાળકો ગુમાવ્યા છે... મૌનના બદલે સરકારે ન્યાય આપવો જોઈએ પણ હાલ તેમને નોટિસ મળવી એ વધુ દુઃખદ બાબત છે.
સાંસદે આપ્યું આશ્વાસન
વડોદરાના સાંસદે આ ઘટનાને લઈને જણાવ્યું હતું કે, ગેરકાયદેસર પ્રવૃતિ સાથે નહીં જોડાયેલા હોય અને ભારતીય નાગરિક હશે તો તેમની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?