સુરતમાં બંદૂકની શોબાજી ભારે પડી, પોલીસે દબોચ્યા
બાઇક પર ત્રિપલ સવારીમાં નીકળી યુવકોએ ભયનો માહોલ સર્જ્યો,, BNS હેઠળ ગુનો નોંધાયો

સુરતમાં બંદૂકની શોબાજી ભારે પડી

સુરતમાં બંદૂકની શોબાજી ભારે પડી
સુરત શહેરમાં તાજેતરમાં એક વિચિત્ર અને ચિંતાજનક ઘટના સામે આવી છે. સિંગણપોરના હરિદર્શનના ખાડા વિસ્તારમાંથી પસાર થઈ રહેલા એક બાઇક પર ત્રિપલ સવારીમાં નીકળેલા ત્રણ યુવકોએ જાહેરમાં ભયનો માહોલ સર્જ્યો હતો. આ ત્રણેય પૈકી વચ્ચે બેઠેલા યુવકે AK-47 જેવી દેખાતી લાંબી બંદૂક અને તેની ઉપર કારતૂસનો સેટ પકડીને ઠંડા કલેજે શોબાજી કરી હતી, જેનો વીડિયો વાયરલ થયો હતો.
હાલમાં જ દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટ જેવી ઘટનાઓ બની હોવાથી, આવા કૃત્યથી રાહદારીઓ અને વાહનચાલકોમાં ગભરાહટ ફેલાઈ ગયો હતો.
પોલીસે શોબાજી કરતા યુવકોને દબોચ્યા
આ ગંભીર અને ભય પેદા કરનારી હરકતનો વીડિયો સિંગણપોર પોલીસ પાસે પહોંચ્યો હતો. વીડિયોમાં દેખાતી બાઇકના નંબરના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને ત્રણેય યુવકોને દબોચી લીધા હતા. પકડાયેલા યુવકોની ઓળખ હસમુખ કાલીદાસ ઓડ (ઉં.વ. 35), તેનો ભાઈ વિક્રમ ઓડ (ઉં.વ. 32) અને મિત્ર રવિ શંકર પગારે તરીકે થઈ છે, જેઓ સિંગણપોર અને પાલનપોર વિસ્તારના રહેવાસી છે.
પોલીસની આકરી પૂછપરછમાં ત્રણેય યુવકોએ કબૂલ્યું હતું કે તેઓ માત્ર 'શોબાજી' કરવા માટે પ્લાસ્ટિકની રમકડાંની બંદૂક લઈને જાહેરમાં નીકળ્યા હતા. આ ઘટનાની ગંભીરતા સમજાવતા પોલીસે ત્રણેય યુવકોને કાન પકડાવીને માફી મંગાવી હતી, જેથી તેમને પોતાની ભૂલનો અહેસાસ થાય.
પોલીસે ગુનો નોંધી કાયદાનું ભાન કરાવ્યું
જોકે, પોલીસે આ કૃત્યને હળવાશથી ન લેતા, જાહેરમાં ભય પેદા કરવા અને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ત્રણેય યુવકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 281 (બિન-ઇરાદાપૂર્વક ભય ફેલાવવો), 292 (જાહેરમાં અશ્લીલતા) અને 54 તથા મોટર વ્હીકલ એક્ટ (MVA)ની કલમ 128, 129 (ત્રિપલ સવારી અને હેલ્મેટ વગર ડ્રાઇવિંગ) હેઠળ ગુનો નોંધ્યો છે.
પોલીસે આ ઘટના દ્વારા યુવાનોને કાયદાનું ભાન કરાવ્યું છે અને આવી બેદરકારીભરી હરકતોથી દૂર રહેવાની ચેતવણી આપી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?