ગુજરાતમાં દાહોદ 11.5°C સાથે સૌથી ઠંડું શહેર રહ્યું
13 નવેમ્બરના ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું, જેમાં દાહોદ 11.5°C સાથે સૌથી ઠંડું શહેર રહ્યું

ગુજરાતમાં ઠંડીની શરૂઆત

ગુજરાતમાં ઠંડીની શરૂઆત
ગુજરાત રાજ્યમાં હવે શિયાળાની ઋતુ ધીમે-ધીમે જામી રહી છે અને ઠંડીનો પ્રભાવ વધ્યો છે. 13 નવેમ્બર, 2025ના રોજ હવામાન વિભાગે જાહેર કરાયેલા આંકડાઓ અનુસાર, રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. આ આંકડાઓ મુજબ, 11.5°C ના લઘુત્તમ તાપમાન સાથે દાહોદ રાજ્યનું સૌથી ઠંડું શહેર નોંધાયું હતું. સૌરાષ્ટ્રમાં પણ ઠંડીનો પ્રભાવ સ્પષ્ટપણે જોવા મળ્યો, જ્યાં અમરેલીમાં લઘુત્તમ તાપમાન 13.6°C નોંધાયું, જે સામાન્ય તાપમાન કરતાં 4.0°C જેટલું ઓછું છે. તેવી જ રીતે, રાજકોટમાં પારો 15.2°C સુધી ગગડ્યો હતો, જે સામાન્ય કરતાં 3.9°C ઓછો છે, અને પોરબંદરનું તાપમાન પણ સામાન્ય કરતાં 3.2°C ઓછું નોંધાયું હતું.
અમદાવાદ અને વડોદરા બંને શહેરોમાં 16.0°C તાપમાન
ગાંધીનગરમાં પણ લઘુત્તમ તાપમાન 15.5°C રહ્યું હતું, જ્યારે અમદાવાદ અને વડોદરા બંને શહેરોમાં 16.0°C તાપમાન નોંધાયું હતું. કચ્છના નલિયામાં પણ તાપમાન 14.5°C રહ્યું, જે સામાન્ય કરતાં 2.1°C ઓછું છે. રાત્રિની ઠંડીની સાથે-સાથે દિવસના મહત્તમ તાપમાનમાં પણ આંશિક ઘટાડો નોંધાયો છે. મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન 30°C થી 32°C ની વચ્ચે રહ્યું હતું. જોકે, વડોદરા અને સુરતમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 2.8°C જેટલું ઓછું નોંધાયું હતું, જેના કારણે દિવસ દરમિયાન પણ હળવી ઠંડકનો અહેસાસ થયો હતો. જામનગર (29.2°C) અને ઓખા (29.1°C) માં મહત્તમ તાપમાન 30°C ની નીચે રહ્યું હતું.
આ પણ વાંચો: ગુજરાતમાં ઠંડીનો પારો ગગડ્યો
ઠંડીનું જોર ધીમે-ધીમે વધવાની સંભાવના
હવામાન વિભાગના અનુમાન મુજબ, આગામી દિવસોમાં રાજ્યમાં સૂકું વાતાવરણ રહેશે અને ઉત્તર-પૂર્વ દિશાના પવનોના કારણે તાપમાનમાં વધઘટ ચાલુ રહેશે, પરંતુ ઠંડીનું જોર ધીમે-ધીમે વધવાની સંભાવના છે. હાલમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસની આસપાસ નોંધાઈ રહ્યું છે, પરંતુ હવામાન વિભાગે આગાહી કરી છે કે, આવતા સપ્તાહથી કડકડતી ઠંડીનું આગમન થશે અને શિયાળો તેની પકડ મજબૂત કરશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?