ગુજરાતમાં છેલ્લાં 13 વર્ષની તુલનામાં જૂન મહિનામાં સૌથી વધુ 257 મીમી વરસાદ
જૂન મહિનામાં સરેરાશ 4 ઈંચની સરખામણીએ આ વર્ષે 10 ઈંચ વરસાદ ખાબક્યો

રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 257 મીમી એટલે કે સિઝનનો 29 ટકા વરસાદ વરસી ચૂક્યો

રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 257 મીમી એટલે કે સિઝનનો 29 ટકા વરસાદ વરસી ચૂક્યો
ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થતાંની સાથે જ વરસાદે વિવિધ વિસ્તારોને ઘમરોળી નાંખ્યા છે. રાજ્યમાં છેલ્લાં 13 વર્ષના વરસાદની સમીક્ષા કરવામાં આવે તો જૂન મહિનામાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે. સામાન્ય રીતે જૂન મહિનામાં 4 ઈંચ જેટલો વરસાદ નોંધાતો હોય છે. પરંતુ આ વર્ષે બમણો એટલે 10 ઈંચ વરસાદ પડી ચૂક્યો છે. રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 257 મીમી એટલે કે સિઝનનો 29 ટકા વરસાદ વરસી ચૂંક્યો છે. રાજ્યમાં સિઝનનો સરેરાશ 882 મીમી વરસાદ નોંધાતો હોય છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2023ના જૂન મહિનામાં રેકોર્ડ બ્રેક 9.2 ઇંચ વરસાદ પડ્યો હતો.
ગુજરાતમાં 15 જૂને ચોમાસાની સત્તાવાર શરૂ થતી હોય છે. ચોમાસાની સિઝનના બીજા દિવસે સૌરાષ્ટ્રમાં 11 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેના લીધે ઘણાં વિસ્તારો જળબંબાકાર થઇ ગયા હતા. ભાવનગરનો શેત્રુંજી ડેમ પહેલાં જ વરસાદમાં ઓવરફ્લો થઇ ગયો. દક્ષિણ ગુજરાતમાં પડેલાં મુશળધાર વરસાદના કારણે સુરતમાં ચાર દિવસ સુધી પૂરના પાણી ઓસર્યા નહોતા.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં જૂન મહિનામાં સરેરાશ 4 ઇંચ એટલે કે 104 મીમી વરસાદ થતો હોય છે. તેની સરખામણીએ 28 જૂન સુધીમાં 10 ઇંચ એટલે કે 257 મીમી વરસાદ પડી ચૂક્યો છે. આ વર્ષે સરેરાશ વરસાદ કરતાં બમણો વરસાદ પડ્યો છે. છેલ્લાં 13 વર્ષની સમીક્ષા કરીએ તો વર્ષ 2023ના વરસાદને બાદ કરતા પહેલી વખત જૂન મહિનામાં વધુ વરસાદ પડ્યો છે. જ્યારે 13 વર્ષમાં 7 વર્ષ જૂન મહિનામાં સરેરાશ કરતાં ઓછો વરસાદ નોંધાયો છે.
વર્ષ વરસાદ(ઈંચમાં)
2012 1.1
2013 6.5
2014 0.7
2015 5.4
2016 1.2
2017 4.2
2018 1.8
2019 3.4
2020 4.6
2021 4.0
2022 2.1
2023 9.2
2024 2.2
2025 8.7
ચક્રાવાતી પરિભ્રમણ ઘણાં દિવસો સુધી સ્થિર રહેવાના કારણે વરસાદ વધ્યો
આ વર્ષે ગુજરાતના દક્ષિણ અને ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર પર ચક્રવાતી પરિભ્રમણ ઘણા દિવસો સુધી સ્થિર રહ્યું હતું. જેના કારણે મધ્ય ભારત પર પણ નીચા દબાણની રેખા રહી. તેથી જૂનની શરૂઆતમાં સારો વરસાદ પડ્યો. ત્યારબાદ ચક્રવાતી પરિભ્રમણ દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પર રહ્યું. જે અરબી સમુદ્ર ઉપરથી ભેજવાળા પવનો ખેંચતું રહેવાના કારણે ગુજરાતમાં સારો વરસાદ પડતો રહ્યો. કેરળથી લઇને ગુજરાત સુધી ચોમાસું વહેલું આવ્યું છે. વહેલા વરસાદના કારણે હવામાનની સાયક્લોનિક સરક્યૂલેશન, ટ્રફ, લો પ્રેશર જેવી અલગ અલગ સિસ્ટમો અરબ સાગરમાં સક્રિય થવાના કારણે ચોમાસાની શરૂઆત સાથે વધુ વરસાદ વરસી રહ્યો છે.
આગામી પાંચ દિવસ પૂર્વ ગુજરાતમાં મધ્યમ વરસાદની શક્યતા
સાયક્લોનિક સરક્યૂલેશન અરબ સાગરમાંથી આવે ત્યારે વરસાદની માત્રા વધી જતી હોય છે. આ વર્ષે 16 જૂનથી વરસાદ શરૂ થયો તે અરબ સાગરનું સરક્યૂલેશન હતું. એકાદ દાયકામાં એવું બન્યું છે કે, બંગાળની ખાડીમાંથી ગુજરાતને વરસાદનો લાભ મળતો હતો. બંગાળની ખાડીમાંથી આવતાં વરસાદનું પ્રમાણ ઓછું રહેતું હોય છે. જેની સરખામણીએ અરબ સાગરમાંથી આવતાં વરસાદનું પ્રમાણ વધી જાય છે. તેના કારણે ગુજરાતમાં ચોમાસાની શરૂઆતમાં વરસાદ વધુ પડ્યો છે. દરિયા અને જમીની વિસ્તારનું તાપમાન વધી રહ્યું છે અરબ સાગર અને બંગાળની ખાડીમાં જે નોર્મલ તાપમાન હોય તેના કરતાં 2 ડિગ્રી તાપમાન ઊંચું નોંધાયુ છે. તાપમાન ઉંચુ નોંધાય ત્યારે વરસાદી સિસ્ટમ મજબૂત બને છે. અરબ સાગરમાં સાયક્લોન બનવાની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે.
ગુજરાતમાં જુલાઇ અને ઓગષ્ટમાં વરસાદ સારો રહેતો હોય છે. આ વર્ષે ઓગસ્ટના 15 દિવસ વરસાદ રહેશે જ્યારે 15 દિવસ કોરાધાકોર રહેશે. છેલ્લા બે દાયકાથી વરસાદી સિસ્ટમની પેટર્ન બદલાઈ હોવાથી સપ્ટેમ્બરમાં પણ સારો વરસાદ રહેશે. બંગાળની ખાડીની સિસ્ટમ મધ્યપ્રદેશ સુધી આવીને ઉત્તર તરફ જતી હોય છે. પરંતુ છેલ્લા દાયકા દરમિયાન પરિવર્તન આવવાના કારણે મધ્યપ્રદેશથી ઉત્તર તરફ જવાના બદલે ગુજરાત તરફ આવે છે. તેના કારણે સપ્ટેમ્બરમાં પણ જુલાઈ મહિના જેવો વરસાદ રહેશે.
વર્ષ તારીખ
2025 15 જૂન
2024 25 જૂન
2023 26 જૂન
2022 27 જૂન
2021 18 જૂન
જૂન મહિનામાં 122 ટકા વધુ વરસાદ ખાબક્યો
ચોમાસામાં 15 થી 21 જૂનની વાવતેર થતાં હોય છે. પરંતુ સતત વરસાદના કારણે તેમાં વિલંબ થયો છે. વાવેતર થયા છે તેવા કૃષિ પાકો ઉપર વધુ વરસાદથી નુકસાન થઇ શકે છે. આ વર્ષના ચોમાસાની વાત કરીએ તો 28 જૂન સુધીમાં સમગ્ર રાજ્યમાં 231 મીમી વરસાદ નોંધાયો છે. ગુજરાત ઝોનમાં સરેરાશ 124 મીમી વરસાદ પડતો હોય છે. તેની તુલનાએ આ વર્ષે 287 મીમી એટલે કે 130 ટકા વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનમાં 88 મીમી વરસાદ વરસતો હોય છે. તેની સાપેક્ષમાં આ વર્ષે 188 મીમી એટલે કે 122 ટકા વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સરેરાશ વરસાદની તુલનામાં 135 ટકા વરસાદ પડી ચૂક્યો છે. જ્યારે ગુજરાત ઝોનમાં 146 ટકા અને સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનમાં 123 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદની 4 સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી! વાલીઓ બાળકોને લેવા દોડી આવ્યા, પોલીસ અને બોમ્બ સ્ક્વોડ તપાસમાં જોડાઈ.

ગુજરાતના 4 જિલ્લામાં ઓછા વરસાદથી ચિંતા, ભૂપેન્દ્ર પટેલ સરકારના રાહત પગલાંમાં શું છે ખાસ? ખેડૂતોને હેક્ટરદીઠ ₹8,500ની સહાય, પશુપાલકોને માત્ર ₹2માં ઘાસચારો અને ગ્રામ્ય લોકોને 150 માનવદિવસની રોજગારીનો નિર્ણય!

ગુજરાતના પેન્શનરો માટે મોટા સમાચાર! મોંઘવારી રાહત 443% થતાં ₹10,000ના મૂળ પેન્શન પર દર મહિને ₹6,200નો તફાવત કેવી રીતે થાય છે?