ચોમાસું વિદાયની તૈયારીમાં: 118% વરસાદનો રેકર્ડ
કચ્છમાં 148% સૌથી વધુ વરસાદ, વિદાય પહેલાં 2 દિવસ હળવા વરસાદની આગાહી

ગજરાતમાં રોકોર્ડ બ્રેક રહ્યો વરસાદ

ગજરાતમાં રોકોર્ડ બ્રેક રહ્યો વરસાદ
ગુજરાતમાં આ વર્ષનું ચોમાસું હવે તેની સત્તાવાર વિદાયની તૈયારીમાં છે, પણ પાછળ છોડી ગયું છે રેકોર્ડબ્રેક પાણી. સિઝનનો કુલ સરેરાશ વરસાદ 118 ટકા નોંધાયો છે, જેના કારણે રાજ્યના 130થી વધુ ડેમ સંપૂર્ણ ભરાઈ ગયા છે, અને અનેક ડેમ હાઈએલર્ટ પર છે. જોકે, વિદાય પહેલાં હવામાન વિભાગે આગામી બે દિવસ રાજ્યના કેટલાક ભાગોમાં હળવા વરસાદની આગાહી આપી છે, ત્યારબાદ સમગ્ર રાજ્યમાં વાતાવરણ સૂકું થઈ જશે.
વરસાદનું વિતરણ: કચ્છ રહ્યું મોખરેઆ વર્ષે વરસાદના વિતરણમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે:
સરેરાશ: સમગ્ર ગુજરાતમાં સરેરાશ 118 ટકા વરસાદ પડ્યો છે.
સર્વાધિક: સૌથી વધુ વરસાદ કચ્છમાં નોંધાયો છે, જ્યાં સરેરાશ કરતાં 148 ટકા વધુ વરસાદ ખાબક્યો છે.
છેલ્લા 24 કલાક: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 46 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જેમાં ભાવનગરના મહુવામાં 3.31 ઇંચ, વલસાડમાં 1.46 ઇંચ અને નવસારીના ગણદેવીમાં 1.22 ઇંચ વરસાદ પડ્યો છે.
હવામાન વિભાગ (IMD) અનુસાર, ચોમાસું વિદાય લે તે પહેલાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. જોકે, ખેડૂતો માટે રાહતના સમાચાર છે કે 24 કલાક બાદ અડધા ગુજરાતમાં વાતાવરણ સૂકું પડવાની શક્યતા છે.
9 ઓક્ટોબર (ગુરુવાર): દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
10 ઓક્ટોબર (શુક્રવાર): અમરેલી, ભાવનગર, નર્મદા, સુરત, તાપી, વલસાડ, ડાંગ અને નવસારી જિલ્લામાં હળવા વરસાદની શક્યતા છે.
આ બે દિવસ બાદ રાજ્યમાંથી સત્તાવાર રીતે ચોમાસુ વિદાય લે તેવી શક્યતા છે, જેનાથી ખેડૂતોને પોતાના પાકની લણણીમાં રાહત મળી શકે છે.
પાણીની સ્થિતિ: ડેમ થયા છલોછલસિઝનના અતિશય વરસાદના કારણે રાજ્યમાં જળસંગ્રહની સ્થિતિ ખૂબ સારી છે.
ડેમની સ્થિતિ: રાજ્યના 130થી વધારે ડેમ સંપૂર્ણપણે ભરાઈ ગયા છે, જ્યારે અમુક ડેમ તેમની ક્ષમતા નજીક હોવાથી હાઈએલર્ટ પર મૂકવામાં આવ્યા છે. આ પાણીનો જથ્થો શિયાળા અને આવતા ઉનાળા માટે પૂરતો પુરવાર થઈ શકે છે.
ચોમાસાની આ રેકોર્ડબ્રેક સિઝન બાદ, હવે ખેડૂતો અને સામાન્ય જનતા ચોમાસાની સત્તાવાર વિદાય અને ચોખ્ખા આકાશની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!