સાયબર ગુનાઓ બાબતે ગુજરાત પોલીસ ગંભીરઃ DGP
રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન રાવે ‘સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ’ની કામગીરીની સમીક્ષા કરી

રાજ્ય પોલીસ વડાએ પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરી કામગીરીની સમીક્ષા કરી હતી

રાજ્ય પોલીસ વડાએ પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરી કામગીરીની સમીક્ષા કરી હતી
ગાંધીનગર સ્થિત પોલીસ ભવનમાં રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન રાવના અધ્યક્ષસ્થાને ‘સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ’ની કામગીરી સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં સાયબર સેન્ટરના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઉપરાંત તાજેતરમાં નિમણૂક પામેલા પોલીસ ઇન્સ્પેક્ટરો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક બાદ પોલીસ વડાએ જણાવ્યું કે, સાયબર ગુનાઓ બાબતે ગુજરાત પોલીસ ગંભીર છે અને સાયબર ગુનાઓનો તાત્કાલિક નિકાલ થાય તે માટે સમીક્ષા કરવામાં આવી હતી.
આ બેઠકમાં સાયબર ગુનાઓ ઝડપી નિવારવા સમીક્ષા કરાઈ હતી. જેમાં સાયબર ક્રાઇમના વધતા જતા વ્યાપ અને નવી મોડસ ઓપરેન્ડી બાબતે ચર્ચા કરવામાં આવી હતી. ડિજિટલ ફ્રોડ, ઓનલાઇન ઠગાઈ, સોશિયલ મીડિયા સંબંધિત ગુનાઓ અને નાણાકીય છેતરપિંડી અંગે ચર્ચા કરી તેના ઉકેલ માટે સૂચનો લેવામાં આવ્યા હતા.
આ ઉપરાંત ટેકનિકલ સજ્જતા અને ઇન્વેસ્ટિગેશન અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. બેઠકમાં સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા કરવામાં આવતી કામગીરીનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. મુખ્યત્વે હેલ્પલાઇન 1930ની ફરિયાદોનું ત્વરિત નિવારણ અને નાણાકીય ટ્રાન્ઝેક્શન અટકાવવા માટેની પ્રક્રિયા, તપાસ પ્રક્રિયા, નોંધાયેલી FIRની ઝડપી તપાસ અને પીડિતોને રિફંડ અપાવવાની કામગીરી, આધુનિક સાધનો, ડેટા એનાલિટિક્સ, ડિજિટલ ફોરેન્સિક્સ અને રિયલ-ટાઇમ ઇન્ટેલિજન્સ એકત્ર કરવાની પદ્ધતિઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ક્ષમતા વર્ધનના મુદ્દા પર કચેરીના ભૌતિક માળખાના વિકાસ અને માનવ સંસાધનોના સક્ષમીકરણ અંગે પણ વિચારણા કરવામાં આવી હતી. પોલીસ અધિકારીઓને નિયમિત તાલીમ અને વર્કશોપ દ્વારા અધ્યતન ટેકનોલોજીથી માહિતગાર કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
સમીક્ષા બેઠકને સંબોધતા DGP ડૉ. કે.એલ.એન રાવે જણાવ્યું કે, સાયબર ગુનાઓ સામેની લડતમાં 'પ્રોએક્ટિવ અભિગમ' અનિવાર્ય છે. તેમણે અધિકારીઓને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી અન્ય એજન્સીઓ સાથે સંકલન સાધવા અને રિયલ-ટાઇમ માહિતી શેર કરવા સૂચના આપી હતી.
તેમણે નાગરિકોમાં સુરક્ષા જાગૃતિ વધારવા માટે શાળાઓ, કોલેજો અને સામાજિક પ્લેટફોર્મ્સના માધ્યમથી વિશેષ અભિયાન ચલાવવા પર ભાર મૂક્યો હતો. નવનિયુક્ત પોલીસ ઇન્સ્પેક્ટરોને સમર્પિત ભાવના સાથે સમયબદ્ધ રીતે ફરિયાદોનો નિકાલ કરવા સૂચના આપી હતી. પોલીસ મહાનિર્દેશકે સાયબર સેન્ટરની કામગીરીની પ્રશંસા કરી હતી. આ કેન્દ્રને સાયબર ક્રાઇમ સામે લડવા માટે એક 'આદર્શ કેન્દ્ર' તરીકે વિકસાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.