ગુજરાત પોલીસ ડોગ ‘ચેક’એ જીત્યો ગોલ્ડ મેડલ
16 વર્ષ બાદ રાષ્ટ્રીય પોલીસ ડ્યુટી મીટમાં ગુજરાત પોલીસ ડોગે ગોલ્ડ જીતી ગૌરવ વધાર્યું

ગુજરાત પોલીસનો ડોગ 'ચેક' એ મેળવેલા ગોલ્ડ મેડલ સાથેની તસવીર

ગુજરાત પોલીસનો ડોગ 'ચેક' એ મેળવેલા ગોલ્ડ મેડલ સાથેની તસવીર
ગુજરાત પોલીસ માટે ગૌરવની ક્ષણ બની છે, કારણ કે રાજ્યના પોલીસ ડોગ ‘ચેક’એ રાષ્ટ્રીય સ્તરે ગોલ્ડ મેડલ જીતી રાજ્યનું નામ ઉજ્જવળ કર્યું છે. મહારાષ્ટ્રના નાગપુરમાં યોજાયેલી 69મી ઓલ ઈન્ડિયા પોલીસ ડ્યુટી મીટ 2025–26 દરમિયાન આ સિદ્ધિ પ્રાપ્ત થઈ હતી.
લાંબા 16 વર્ષ બાદ ગુજરાત પોલીસના કોઈ ડોગે આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો છે, જે રાજ્ય માટે ગર્વની બાબત બની છે. ‘ચેક’એ ટ્રેકિંગ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો, સાથે સાથે ઓવરઓલ ટ્રેકિંગમાં બ્રોન્ઝ મેડલ મેળવી ઉત્તમ પ્રદર્શન કર્યું હતું.
આ સ્પર્ધામાં દેશભરના પોલીસ K9 સ્ક્વોડ અને પેરામિલિટરી દળોના 200થી વધુ ડોગ્સે ભાગ લીધો હતો. વિવિધ કેટેગરીમાં ટ્રેકિંગ, વિસ્ફોટક શોધ, નાર્કોટિક્સ શોધ, એજિલિટી અને ઓબીડિયન્સ જેવી ક્ષમતાઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. ટ્રેકિંગ કેટેગરીમાં જ 45 જેટલા ડોગ્સ વચ્ચે કઠિન સ્પર્ધા હતી, જેમાં ‘ચેક’એ પ્રથમ સ્થાન મેળવ્યું હતું.
ગુજરાત પોલીસ દ્વારા આ સ્પર્ધા માટે વિશેષ તૈયારીઓ કરવામાં આવી હતી. રાજ્ય સ્તરે પહેલેથી પસંદગી પ્રક્રિયા હાથ ધરાઈ હતી અને પસંદ કરાયેલા ડોગ્સને કડક ટ્રેનિંગ આપવામાં આવ્યું હતું. નિષ્ણાતોની માર્ગદર્શન હેઠળ સતત અભ્યાસ અને પ્રેક્ટિસ દ્વારા ડોગ્સને સજ્જ કરવામાં આવ્યા હતા.
રાજ્યના પોલીસ વડાએ ગાંધીનગર ખાતે પોલીસ ભવનમાં ‘ચેક’, તેના હેન્ડલર રમેશ ખાંટ અને ટ્રેનિંગ ટીમને અભિનંદન પાઠવ્યા હતા. આ સફળતા પાછળ ટીમની મહેનત, તાલીમ અને પ્રતિબદ્ધતા મહત્વપૂર્ણ રહી છે.
ગુજરાત પોલીસના વિવિધ જિલ્લાઓમાં હાલમાં અંદાજે 160 પોલીસ ડોગ્સ સેવા આપી રહ્યા છે, જે વિસ્ફોટક શોધ, નાર્કોટિક્સ શોધ, ટ્રેકિંગ અને અન્ય ગુનાહિત તપાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
આ જીત માત્ર એક મેડલ નહીં પરંતુ ગુજરાત પોલીસની પ્રતિષ્ઠા અને ક્ષમતાનું પ્રતિબિંબ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.