ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ
2 અધિકારીઓને PSM, જુઓ સંપૂર્ણ લિસ્ટ

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ
Gujarat Police Officers President Medal List: સ્વતંત્રતા દિવસ 2026ની પૂર્વસંધ્યાએ ગુજરાત પોલીસ માટે ગૌરવપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. 15 ઓગસ્ટના 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણી પહેલાં કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત પોલીસના કુલ 19 અધિકારીઓ અને કર્મચારીઓને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ જાહેર કરવામાં આવ્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 14 ઓગસ્ટે આ સન્માનની જાહેરાત કરી છે. રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે મેડલ મેળવનારા તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા છે.
ગુજરાતના 2 સિનિયર પોલીસ અધિકારીઓને PSM
લાંબા સમયની ઉત્કૃષ્ટ અને વિશિષ્ટ પોલીસ સેવા બદલ ગુજરાતના 2 અધિકારીઓને President's Medal for Distinguished Service (PSM) માટે પસંદ કરવામાં આવ્યા છે. તેમાં અમિત કુમાર વિશ્વકર્મા (IPS), અધિક પોલીસ મહાનિદેશક, ATS અને કોસ્ટલ સિક્યુરિટી, અમદાવાદ તથા બહાદુરસિંહ અભેસિંહ ચુડાસમા, હથિયારી નાયબ પોલીસ અધિક્ષક (DySP), ગાંધીનગરનો સમાવેશ થાય છે.
17 પોલીસ અધિકારીઓ-કર્મચારીઓને MSM મેડલ
ગુજરાત પોલીસના અન્ય 17 અધિકારીઓ અને કર્મચારીઓને Meritorious Service Medal (MSM) થી સન્માનિત કરવામાં આવશે. આ યાદીમાં ગાંધીનગરના પોલીસ મહાનિરીક્ષક (IGP) સૌરભ તોલમ્બિયા (IPS) સહિત વિવિધ રેન્કના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનો સમાવેશ થાય છે. MSM મેડલ માટે પસંદ થયેલા પોલીસકર્મીઓમાં પોલીસ સબ ઈન્સ્પેક્ટર, આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર, હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ કક્ષાના કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. આ સન્માન પોલીસ વિભાગમાં કર્તવ્યનિષ્ઠા, શિસ્ત અને પ્રશંસનીય કામગીરીની માન્યતા તરીકે જોવામાં આવે છે.
ગુજરાતના અનેક જિલ્લાઓના પોલીસકર્મીઓને સન્માન
રાષ્ટ્રપતિ પોલીસ મેડલ મેળવનાર યાદીમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનો સમાવેશ થયો છે. પૂર્વ કચ્છ-ગાંધીધામ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા અને જામનગર સહિતના જિલ્લાઓના પોલીસકર્મીઓને પણ આ પ્રતિષ્ઠિત સન્માન મળ્યું છે. આ ઉપરાંત રાજ્યના ઇન્ટેલિજન્સ વિભાગમાં મહત્વપૂર્ણ કામગીરી કરનારા ભરતસિંહ નટવરસિંહ વાઘેલા, દિલીપસિંહ કિરીટસિંહ રાણા અને કલ્પેશકુમાર સોમાભાઇ દેસાઈને પણ મેડલ માટે પસંદ કરવામાં આવ્યા છે. અમદાવાદ શહેર પોલીસના હથિયારી અને બિનહથિયારી હેડ કોન્સ્ટેબલ તથા કોન્સ્ટેબલ પણ સન્માનિતોની યાદીમાં સામેલ છે.
શું છે રાષ્ટ્રપતિ પોલીસ મેડલની 3 મુખ્ય શ્રેણીઓ?
પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની કામગીરીને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા મુખ્યત્વે વિવિધ શ્રેણીઓમાં પોલીસ મેડલ આપવામાં આવે છે. તેમાં Gallantry Medal, President's Medal for Distinguished Service (PSM) અને Meritorious Service Medal (MSM)નો સમાવેશ થાય છે.
Gallantry Medal: અસાધારણ બહાદુરી, જોખમ વચ્ચે સાહસિક કામગીરી, લોકોના જીવ અને સંપત્તિનું રક્ષણ તથા ગુનાખોરી સામે વીરતાપૂર્વક કામગીરી બદલ આપવામાં આવે છે.
President's Medal for Distinguished Service (PSM): પોલીસ સેવામાં લાંબા સમય સુધી સતત ઉત્કૃષ્ટ, વિશિષ્ટ અને નોંધપાત્ર સેવા બદલ આ મેડલ આપવામાં આવે છે.
Meritorious Service Medal (MSM): ઉચ્ચ કર્તવ્યનિષ્ઠા, શિસ્ત, વફાદારી અને પ્રશંસનીય લાંબા ગાળાની પોલીસ સેવા બદલ આ સન્માન આપવામાં આવે છે.
ગુજરાત પોલીસ માટે ગૌરવની ક્ષણ
સ્વતંત્રતા દિવસ 2026 પહેલાં ગુજરાત પોલીસના 19 અધિકારીઓ અને કર્મચારીઓની રાષ્ટ્રપતિ પોલીસ મેડલ માટે પસંદગી રાજ્યના પોલીસ દળ માટે મોટી સિદ્ધિ માનવામાં આવી રહી છે. સિનિયર IPS અધિકારીથી લઈને કોન્સ્ટેબલ સુધીના કર્મચારીઓને મળેલું આ સન્માન ગુજરાત પોલીસમાં વિવિધ સ્તરે થયેલી કામગીરી અને સમર્પિત સેવાની રાષ્ટ્રીય સ્તરે નોંધ તરીકે જોવામાં આવી રહ્યું છે.
રાષ્ટ્રપતિ પોલીસ મેડલ મેળવનાર ગુજરાત પોલીસના 19 અધિકારી/કર્મચારીઓના નામ
વિશિષ્ટ સેવા પોલીસ મેડલ (PSM)
શ્રી અમિત કુમાર વિશ્વકર્મા, IPS — અધિક પોલીસ મહાનિદેશક
શ્રી બહાદુરસિંહ અભેસિંહ ચુડાસમા — હથિયારી નાયબ પોલીસ અધિક્ષક
પ્રશંસનીય સેવા પોલીસ મેડલ (MSM)
શ્રી સૌરભ તોલમ્બિયા, IPS — પોલીસ મહાનિરીક્ષક
શ્રી કનૈયા લક્ષ્મણભાઇ વાઘેલા — વાયરલેસ નાયબ પોલીસ અધિક્ષક
શ્રી બબાભાઇ રામજીભાઇ કોલી — હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટર
શ્રી દિનેશકુમાર મણીભાઇ પટેલ — બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર
શ્રી સંદિપ મહેન્દ્રભાઇ પટેલ — બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર
શ્રી અનિલ શિવરામન નાયર — વાયરલેસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર
શ્રી જયસિંહ ઘનશ્યામસિંહ રાજ — વાયરલેસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર
શ્રી ઉત્તમસિંહ ગુણવંતસિંહ ઝાલા — વાયરલેસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર
શ્રી બળવંતસિંહ મોતીસિંહજી સોલંકી — ASI
શ્રી નાનજી તરશીભાઇ અઘેરા — બિન હથિયારી ASI
શ્રી સબ્બીરખાન કરીમખાન ઠેબા — હથિયારી ASI
શ્રી ભરતસિંહ નટવરસિંહ વાઘેલા — IO
શ્રી દિલીપસિંહ કિરીટસિંહ રાણા — AIO
શ્રી કલ્પેશકુમાર સોમાભાઇ દેસાઇ — AIO
શ્રી અજય પ્રહલાદભાઇ ઓઝા — હથિયારી હેડ કોન્સ્ટેબલ
શ્રી તરૂણસિંહ ગણપતસિંહ સોલંકી — બિન હથિયારી હેડ કોન્સ્ટેબલ
શ્રી રાજેશકુમાર કરશનભાઇ મીર — હથિયારી પોલીસ કોન્સ્ટેબલ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદમાં રિક્ષા-ટેક્સી હડતાળનો બીજો દિવસ… પણ રસ્તા પર રિક્ષા હજુ કેમ દોડી રહી છે? હડતાળ વચ્ચે રિક્ષા રોકાવવાના અને વધુ ભાડું વસૂલવાના આક્ષેપો પણ સામે આવ્યા છે. આખરે અમદાવાદમાં ચાલી શું રહ્યું છે?

GSFCમાં આખરે મેન્ટેનન્સ દરમિયાન ગેસ કયા કારણોસર લીક થયો? શું આ દુર્ઘટનામાં કોઈ બેદરકારી હતી? પોલીસ તપાસમાં શું સામે આવશે?

ગણપતિ બાપ્પાના આગમન પહેલાં સુરતમાં બદલાઈ ગયો યુવાનોનો અંદાજ! આખરે શું છે નવો ટ્રેન્ડ અને કેમ પહોંચી રહ્યો છે વેપાર રૂ.20 કરોડને પાર? જાણો સંપૂર્ણ હકીકત…