
સુરતના ઊનમાં મદરેસાની છત પરથી પડી ગયેલા 13 વર્ષીય બાળકના ગળામાં લોખંડનો સળિયો આરપાર થઈ ગયો. નવી સિવિલ હોસ્પિટલમાં 2-3 કલાકની જટિલ સર્જરી બાદ સળિયો બહાર કાઢાયો, હાલ બાળક ICUમાં સ્થિર છે.

ભાવનગર ST બસ સ્ટેન્ડ બહાર ST બસ બેકાબૂ બની દીવાલ સાથે અથડાઈ અને લોકો પર ફરી વળી. અકસ્માતમાં માતા અને 7 વર્ષની પુત્રીનાં મોત

રાજ્યમાં 500 નવા અત્યાધુનિક જનરક્ષક વાહનો જોડાતા હવે કુલ 1,000 વાહનો 24 કલાક ઇમરજન્સી સેવા આપશે. રિસ્પોન્સ ટાઈમ પણ 27 મિનિટથી ઘટીને 10:49 મિનિટ થયો છે.