ગુજરાતમાં દાયકામાં 7 વર્ષ 100 ટકા કરતાં વધુ વરસાદ!
વર્ષ 2016 થી 2025 દરમિયાન 7 વર્ષ સરેરાશની તુલનામાં 100 ટકા કરતાં વધુ વરસાદ
વર્ષ 2024માં 9 સપ્ટેમ્બર સુધી સૌથી વધુ 1263 મીમી એટલે કે 143 ટકા વરસાદ થયો હતો
વર્ષ 2024માં 9 સપ્ટેમ્બર સુધી સૌથી વધુ 1263 મીમી એટલે કે 143 ટકા વરસાદ થયો હતો
એક સમયે ગુજરાતના કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ચોમાસા દરમિયાન વરસાદની કાયમી ખેંચ રહેતી હતી. જ્યારે વર્ષ 2016 થી 2025ના એક દાયકા દરમિયાન વરસાદની સમીક્ષા કરીએ તો 7 વર્ષ 100 ટકા કરતાં વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે ત્રણ વર્ષ દરમિયાન 100 ટકા કરતાં ઓછો વરસાદ નોંધાયો છે. છેલ્લાં 10 વર્ષમાં 9 સપ્ટેમ્બર સુધીમાં સૌથી વધુ ગત વર્ષે 1263 મીમી એટલે કે 143 ટકા વરસાદ ખાબક્યો હતો.
ગુજરાતમાં છેલ્લાં ત્રણ દિવસથી મેઘરાજા ધટબટાડી બોલાવી રહ્યા છે. જેના કારણે ગુજરાત તરબોળ થઈ ગચુ છે. જો કે, સોમવારે વરસાદે વિરામ લીધો હોય તેમ રાજ્યના 251 તાલુકા પૈકી 67 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છના લખપત તાલુકામાં 6 ઈંચ અને બનાસકાંઠાના ભાભર તાલુકામાં 5 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના 54 તાલુકામાં 0 થી 50 મીમી, 8 તાલુકામાં 51 થી 100 મીમી, 4 તાલુકામાં 101 થી 150 મીમી અને 1 તાલુકામાં 151 થી 200 મીમી સુધીનો વરસાદ ખાબક્યો છે.
ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ વરસાદ
રાજ્યના ચાર ઝોનની વાત કરીએ તો, 9 સપ્ટેમ્બર સુધીમાં ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ 649 મીમી એટલે કે 134 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે મધ્ય ગુજરાતમાં 853 મીમી એટલે કે 118 ટકા, દક્ષિણ ગુજરાતમાં 1649 મીમી એટલે કે 110 ટકા જ્યારે સૌરાષ્ટ્રમાં 698 મીમી એટલે કે 93 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સરેરાશ 882 મીમી વરસાદ નોંધાય છે. તેની સાપેક્ષમાં અત્યાર સુધી 949 મીમી એટલે કે 107 મીમી વરસાદ નોંધાયો છે.
રાજ્યના 135 ડેમ હાઈએલર્ટ ઉપર
ગુજરાતમાં થઈ રહેલા અનરાધાર વરસાદના કારણે કુલ 206 ડેમ પૈકી 135 ડેમ હાઈએલર્ટ ઉપર મૂકાયા છે. જ્યારે 20 ડેમ એલર્ટ ઉપર અને 12 ડેમ વોર્નિંગ લેવલ ઉપર છે. ડેમમાં પાણીના જથ્થાની વાત કરીએ તો 103 ડેમ 100 ટકા ભરાયા છે. જ્યારે 64 ડેમ 70 થી 100 ટકા, 19 ડેમ 50 થી 70 ટકા, 10 ડેમ 25 થી 50 ટકા અને 10 ડેમ 25 ટકાથી નીચે ભરાયા છે.
છેલ્લાં 10 વર્ષમાં 7 વખત 100 ટકા કરતાં વધુ વરસાદ
ગુજરાતમાં વર્ષ 2016 થી 2025 સુધીના 10 વર્ષ દરમિયાન 9 સપ્ટેમ્બર સુધીમાં 7 વખત 100 ટકા કરતાં વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે ત્રણ વખત 100 ટકા કરતાં ઓછો વરસાદ થયો છે. વર્ષ 2016માં 567 મીમી(71 ટકા), વર્ષ 2017માં 851 મીમી(105 ટકા), વર્ષ 2018માં 612 મીમી(73 ટકા), વર્ષ 2019માં 897 મીમી(109 ટકા), વર્ષ 2020માં 1011 મીમી(121 ટકા), વર્ષ 2021માં 474 મીમી (56 મીમી), વર્ષ 2022માં 1037 મીમી(122 ટકા), વર્ષ 2023માં 948 મીમી(108 ટકા), વર્ષ 2024માં 1263 મીમી(143 ટકા) અને વર્ષ 2025માં 949 મીમી એટલે કે 107 ટકા વરસાદ વરસ્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખાંડ રૂ.37થી રૂ.84, ડુંગળી રૂ.23થી રૂ.84 અને દાળ-તેલના ભાવમાં પણ મોટો ઉછાળો...

2023માં 4, 2024માં 19 અને 2025માં 5 કેસ... ગુજરાતમાં ગર્ભસ્થ શિશુનું લિંગ ગેરકાયદેસર રીતે જાણવા મામલે આ આંકડા શું કહી રહ્યા છે?

રાજકોટની MG હોસ્ટેલમાં એવું શું બન્યું કે 250થી વધુ વિદ્યાર્થીઓએ ભોજનનો બહિષ્કાર કરી ભૂખ હડતાળ શરૂ કરી?