ખેડૂતોના હિતમાં ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
સરકાર 9 નવેમ્બરથી મગફળી, મગ, અડદ અને યાબીનની ટેકાના ભાવે ખરીદશે

જીતુ વાઘાણી

જીતુ વાઘાણી
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ સાથે આર્થિક રક્ષણ પણ મળી રહે તે માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કૃષિ મંત્રીજીતુ વાઘાણીએ પ્રેસ-મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા મહત્વના ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી આગામી તારીખ 9 નવેમ્બરથી શરૂ કરવામાં આવશે. આ ખરીદી પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન અંતર્ગત કરવામાં આવશે.
સોયાબીનના ભાવમાં રૂપિયા 436નો વધારો
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ દેશના ખેડૂતોને આર્થિક નુકસાનથી બચાવવા માટે ચાલુ વર્ષે ટેકાના ભાવમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. આ ભાવવધારાથી ખેડૂતોને મહત્તમ લાભ મળશે, જેમાં ગત વર્ષની સરખામણીએ મગફળીના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 480, અડદના ભાવમાં રૂપિયા 400 અને સોયાબીનના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 436નો વધારો કરવામાં આવ્યો છે.
ખેડૂતોના હિતમાં એક ઉદારતમ નિર્ણય લીધો
કૃષિ મંત્રીશ્રીએ માહિતી આપી કે, ચાલુ સીઝનમાં રાજ્યના ખેડૂતો પાસેથી આશરે રૂપિયા 15,000 કરોડથી વધુના મૂલ્યની મગફળી, સોયાબીન, અડદ અને મગની ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આનાથી રાજ્યના ખેડૂતોએ પોતાની જણસ ઓછા બજાર ભાવમાં વેચવી નહિ પડે. રાજ્યમાં ચાલુ વર્ષે મગફળીનું મબલખ ઉત્પાદન થયું હોવાથી, ગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં એક ઉદારતમ નિર્ણય લીધો છે, જેમાં પ્રતિ ખેડૂત 125 મણ મગફળી સરકારના ધારાધોરણો મુજબ ખરીદવાનો સમાવેશ થાય છે.
300થી વધુ ખરીદ કેન્દ્રો સૂચિત કરાયા
ગુજરાતમાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે રાજ્યમાં કુલ વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને, મગફળી, મગ, અડદ અને સોયાબીન માટે 300થી વધુ ખરીદ કેન્દ્રો સૂચિત કરવામાં આવ્યા છે, જ્યાંથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. જરૂરિયાત જણાશે તો આ કેન્દ્રોની સંખ્યામાં પણ વધારો કરવામાં આવશે. ભારત સરકારે ખરીફ પાકોના વાવેતર પહેલા જ ટેકાના ભાવ જાહેર કર્યા હતા, જે મુજબ: મગફળીનો ટેકાનો ભાવ રૂપિયા 7,263 પ્રતિ ક્વિન્ટલ, મગનો ટેકાનો ભાવ રૂપિયા 8,768 પ્રતિ ક્વિન્ટલ, અડદનો ટેકાનો ભાવ રૂપિયા 7,800 પ્રતિ ક્વિન્ટલ અને સોયાબીનનો ટેકાનો ભાવ રૂપિયા 5,328 પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યો હતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?