નવરચિત 9 મહાનગરપાલિકાનું સીમાંકન જાહેર, 13 વોર્ડ અને 52 બેઠક સાથે નવી રચના
ગુજરાત સરકારે નવરચિત 9 મહાનગરપાલિકાનું સીમાંકનકર્યું જાહેર, જેમાં દરેક માટે 13 વોર્ડ અને 52 બેઠકોનું ગઠન કરાયું

ગુજરાત સરકાર

ગુજરાત સરકાર
ગુજરાત રાજ્ય સરકારે રાજ્યના શહેરી વિકાસ માટે મહત્વનો નિર્ણય લેતાં નવરચિત 9 મહાનગરપાલિકાઓનું સીમાંકન જાહેર કર્યું છે. આ નવી ઘોષિત મહાનગરપાલિકાઓ માટે 13 વોર્ડ અને 52 બેઠકોની રચના કરવામાં આવી છે. શહેરી વિસ્તારોમાં વસતીના સતત વધારો અને આધુનિક શહેરી સંરચનાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નવું સીમાંકન આસપાસના નગરપાલિકા અને ગ્રામ પંચાયત વિસ્તારનો સમાવેશ કરીને કરવામાં આવ્યું છે.
નવી ઘોષિત મહાનગરપાલિકાઓમાં નવસારી, પોરબંદર, સુરેન્દ્રનગર, વાપી, નડિયાદ, મહેસાણા, આણંદ, ગાંધીધામ અને મોરબીનો સમાવેશ થાય છે. અગાઉથી ગુજરાતમાં 8 મહાનગરપાલિકાઓ કાર્યરત હતી. જેમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, જામનગર અને ગાંધીનગરનો સમાવેશ થતો હતો. જૂનાગઢ મહાનગરપાલિકા 2002માં અને ગાંધીનગર 2010માં રચાઈ હતી. હવે નવી 9 મહાનગરપાલિકાઓ ઉમેરાતા રાજ્યમાં કૂલ 15 મહાનગરપાલિકાઓ કાર્યરત રહેશે.
આ નવી રચના સાથે સંભવિત રીતે નવેમ્બર અથવા ડિસેમ્બર 2025માં મહાનગરપાલિકા ચૂંટણી યોજાવાની સંભાવના છે. જૂની 6 અને નવી 9 એમ કુલ 15 મહાનગરપાલિકાઓ માટે મતદાન યોજાશે જેમાં લાખો મતદારો પોતાના પ્રતિનિધિઓ પસંદ કરશે. રાજકીય રીતે મહત્વ ધરાવતી આ ચૂંટણી માટે રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે.
ગાંધીધામ મહાનગરપાલિકા: ગાંધીધામ નગરપાલિકા અને કિડાણા, ગળપાદર, અંતરજાળ, શિણાય, મેઘપર-બોરીચી, મેઘપર-કુંભારડી ગ્રામ પંચાયતોનો સમાવેશ.
મોરબી મહાનગરપાલિકા: મોરબી નગરપાલિકા તથા શક્તસનાળા, રવાપરા, લીલાપર, અમરેલી, નાની વાવડી, ભડીયાદ, ત્રાજપર, મહેન્દ્રનગર અને માધાપરનો સમાવેશ.
વાપી મહાનગરપાલિકા: વાપી નગરપાલિકા સાથે બલિઠા, સલવાવ, છીરી, છરવાડા, ચણોદ, કરવડ, નામધા, ચંડોર, મોરાઈ, વટાર, કુંતા ગામોનો સમાવેશ.
આણંદ મહાનગરપાલિકા: આણંદ, વલ્લભવિદ્યાનગર, કરમસદ નગરપાલિકા અને મોગરી, જીટોડીયા, ગામડી, લાંભવેલ ગામોનો સમાવેશ.
મહેસાણા મહાનગરપાલિક: મહેસાણા નગરપાલિકા તથા ફતેપુરા, રામોસણા, દેદીયાસણ, પાલાવાસણા, હેડુવા રાજગર, તળેટી, લાખવડ, અને અન્ય સર્વે વિસ્તાર.
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા: સુરેન્દ્રનગર, દૂધરેજ, વઢવાણ નગરપાલિકા અને ખમીસણા, ખેરાળી, માળોદ, મુળચંદ, ચમારજ ગામોનો સમાવેશ.
પોરબંદર મહાનગરપાલિકા: પોરબંદર/છાયા નગરપાલિકા તેમજ વનાણા, દિગ્વીજયગઢ, રતનપર, ઝાવર ગામોનો સમાવેશ.
નડિયાદ મહાનગરપાલિકા: નડિયાદ નગરપાલિકા સાથે યોગીનગર, પીપલગ, ડુમરાલ, કમલા, માંજીપુરા, બીલોદરા, ટુંડેલ સહિતના ગામોનો સમાવેશ.
ચૂંટણી સંબંધિત માહિતી
આ તમામ મહાનગરપાલિકાઓમાં 13 વોર્ડ અને 52 બેઠકોનું ગઠન કરાયું છે. આની ચૂંટણી આવતા વર્ષના અંતે યોજાશે તેવી શકયતા છે. ચૂંટણી પહેલાં વોર્ડવાઈઝ મતદાર યાદી, બેઠક અનામત વગેરેની માહિતી પણ જાહેર કરવામાં આવશે. આ નવી રચનાથી શહેરી વિકાસના નકશામાં મોટા બદલાવ આવી શકે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!