2-8 ડિસેમ્બર વચ્ચે રાજ્યમાં ઠંડીનો પારો વધશે
ગુજરાતમાં ઠંડીનો મોજું વધતું જઈ રહ્યું છે, અને 2-8 ડિસેમ્બર વચ્ચે ઠંડીનો પારો વધારે જશે

જ્યમાં ઠંડી

જ્યમાં ઠંડી
ગુજરાતમાં આ દિવસોમાં ઠંડીનો મોજું ફરી ચડ્યું છે. ગુજરાતના ઘણા શહેરોમાં તાપમાન 10થી 15 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે ગગડી રહ્યું છે, જેના કારણે વહેલી સવાર અને મોડી સાંજે લોકો કડક ઠંડી અનુભવી રહ્યા છે. ઉત્તર ભારતમાં ચાલી રહેલી હિમવર્ષાની અસર હવે રાજ્ય સુધી પહોંચતી થઈ રહી છે. હવામાન નિષ્ણાંતોએ આગાહી કરી છે કે, રાજ્યમાં શિયાળો વધુ કઠોર બનશે, અને ડિસેમ્બરમાં કમોસમી વરસાદની શક્યતા છે, જે ખેડૂતો માટે ચિંતાનો વિષય બની શકે છે.
તમામ શહેરોમાં ઠંડીનો જોર
આજકાલ ગુજરાતના અનેક શહેરોમાં ઠંડીનો પારો ગગડી રહ્યો છે. ગુજરાતમાં સૌથી ઓછું તાપમાન કંડલામાં નોંધાયું છે, જ્યાં પારો 10.4 ડિગ્રી સેલ્સિયસ સુધી નીચે ગયો છે. આ ઉપરાંત, ડાંગમાં 12.4 ડિગ્રી, દાહોદમાં 13 ડિગ્રી, કચ્છના નલિયામાં 14.8 ડિગ્રી અને દીવમાં 15.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ વિસ્તારોમાં લોકો કડક ઠંડીનો અનુભવ કરી રહ્યા છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ઠંડીના ચમકારા સાથે બેવડી ઋતુનો અનુભવ
મુખ્ય શહેરોમાં ઠંડીની સ્થિતિ
રાજ્યના મુખ્ય શહેરોમાં પણ ઠંડીનું જોર વધતું જાય છે. રાજકોટમાં 16.2 ડિગ્રી, ગાંધીનગરમાં 17.2 ડિગ્રી, અને અમદાવાદમાં 17.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વડોદરામાં 16.6 ડિગ્રી અને ડીસામાં 17.5 ડિગ્રી તાપમાન નોંધાયા છે. દક્ષિણ ગુજરાતના સુરતમાં તાપમાન અન્ય વિસ્તારોની તુલનામાં થોડું વધારે 19.1 ડિગ્રી નોંધાયું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડીનું જોર વધશે.
ઉત્તર ભારતની હિમવર્ષાની અસર
ઉત્તર ભારતમાં ચાલી રહેલી શીતલહેર અને જમ્મુ-કાશ્મીરમાં થયેલી હિમવર્ષાની અસર હવે ગુજરાતમાં પણ જોવા મળશે. હવામાન નિષ્ણાંતોએ અનુમાન લગાવ્યું છે કે, 2 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીનો પારો વધુ ગગડશે. 2થી 8 ડિસેમ્બર દરમિયાન, રાજ્યના અનેક વિસ્તારોમાં ઠંડીનું જોર વધશે, ખાસ કરીને ઉત્તર ગુજરાતના શહેરો અને કચ્છમાં. પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ અને અરવલ્લી જેવા વિસ્તારોમાં તાપમાન 10-14 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની શક્યતા છે.
કમોસમી વરસાદની આગાહી
હવામાન નિષ્ણાંતોએ આગાહી કરી છે કે, આ કમોસમી વરસાદ 18થી 24 ડિસેમ્બર દરમિયાન ઉત્તર અને દક્ષિણ ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં પણ જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ કમોસમી વરસાદની સંભાવના છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?