રાજ્ય ચૂંટણી આયોગની ઘોર બેદરકારી: 19 વર્ષની યુવતી સરપંચ બની જતાં વિવાદ!
મુખ્યમંત્રીના હસ્તે યુવા સરપંચોના સન્માન સમારોહની યાદી તૈયાર કરતી વખતે ભાંડો ફૂટ્યો

ગ્રામ પંચાયતની ચૂંટણીમાં અધિકારીઓની ઘોર બેદરકારી, દસ્તાવેજ ચકાસ્યા વગર આપી મંજૂરી

ગ્રામ પંચાયતની ચૂંટણીમાં અધિકારીઓની ઘોર બેદરકારી, દસ્તાવેજ ચકાસ્યા વગર આપી મંજૂરી
ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન રાજ્ય ચૂંટણી આયોગની ઘોર બેદરકારી સામે આવી છે. મહેસાણા જિલ્લાના ગીલોસણ ગામમાં વય મર્યાદા નહી ધરાવતી યુવતી ચૂંટણી લડીને સરપંચ બની ગઈ છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રીના હસ્તે યુવા સરપંચોના સન્માન સમારોહની યાદી તૈયાર કરતી વખતે સ્કૂલ લિવિંગ સર્ટીફિકેટ મંગાવતાં સમગ્ર બાબતનો ભાંડો ફૂટ્યો છે. પ્રાંત અધિકારીએ તાલુકા વિકાસ અધિકારીને તપાસ કરી રિપોર્ટ બનાવી રાજ્ય ચૂંટણી આયોગને મોકલવા સૂચના આપી છે.
સામાન્ય રીતે સરપંચ બનવા માટે 21 વર્ષથી વય મર્યાદા નક્કી કરવામાં આવી છે. કોઈપણ વ્યક્તિએ સરપંચની ચૂંટણી લડવા માટે 21 વર્ષની ઉંમર હોવી જરૂરી છે. પરંતુ, મહેસાણા તાલુકાના ગીલોસણ ગામમાં 19 વર્ષ અને 8 મહિનાની વય ધરાવતી અફરોજબાનું અબ્બાસમિયા સિપાઈ નામની યુવતી ચૂંટણી લડીને સરપંચ બની ગઈ છે.
યુવતીના આધારકાર્ડમાં 8 ડિસેમ્બર 2004ની જન્મતારીખ લખાયેલી છે. પરંતુ, તેના લિવિંગ સર્ટીફિકેટમાં 7 જાન્યુઆરી 2005ની જન્મ તારીખ છે. લિવિંગ સર્ટીફિકેટ મુજબ યુવતીના 21 વર્ષ પૂરા થતાં નથી. જિલ્લા પંચાયતે સ્કૂલ લિવિંગ સર્ટીફિકેટ મંગાવતા માહિતી સામે આવી છે. હવે તંત્રએ ઓછી વયમર્યાદા ધરાવતી સરપંચનું રાજીનામું લેવા કવાયત હાથ ધરી છે.
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના હસ્તે યુવા સરપંચોના સન્માન સમારોહનું આયોજન કરાયું છે. તે માટે જિલ્લા પંચાયતોને યુવા સરપંચોની યાદી તૈયાર કરવા સૂચના આપવામાં આવી હતી. જિલ્લા પંચાયતે યાદી તૈયાર કરવા માટે અફરોજબાનુનું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ મંગાવતાં ભાંડો ફૂટ્યો હતો.
આ બાબતે યુવતીને પૂછતાં તેણે રાજીનામું આપવાનો ઈન્કાર કર્યો છે. તેણીએ કહ્યું કે, સરપંચની ચૂંટણી માટેના ફોર્મમાં ક્યાંય જન્મ તારીખ લખવાની હોતી નથી. તેમાં ફક્ત ઉંમરનો ઉલ્લેખ કરવાનો હતો. તેથી મે મારી ઉંમરનો ઉલ્લેખ કર્યો છે.
ગીલોસણ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઓછી વય મર્યાદા ધરાવતી યુવતી સરપંચ બની જતાં ચૂંટણી સાથે જોડાયેલા કર્મચારીઓ અને અધિકારીઓ સામે સવાલ ઊભા થયા છે. કોઈપણ દસ્તાવેજ જમા કરાય ત્યારે વેરિફિકેશન કરવાની જવાબદારી કર્મચારીઓ અને રિટર્નિંગ ઓફિસરની હોય છે.
આ બાબતે મહેસાણા પ્રાંત અધિકારી ઉર્વિશ વાળંદે જણાવ્યું કે, અફરોજબાનું નામની યુવતીએ ફોર્મ ભર્યું ત્યારે ઉંમર 21 વર્ષ લખી હતી. આ યુવતીની ઉંમર 21 વર્ષ કરતા ઓછી હોવાનું ધ્યાને આવ્યું છે. તેથી યુવતીને બોલાવી નિવેદન લઈ તાલુકા વિકાસ અધિકારીને સમગ્ર બાબતનો રિપોર્ટ બનાવી કલેક્ટર તેમજ રાજ્ય ચૂંટણી આયોગને મોકલવા સૂચના આપી છે. રિપોર્ટ મળ્યા બાદ શું કાર્યવાહી કરવી તે તપાસ બાદ નક્કી થશે.

વડોદરાના ડભોઈના ભીલાપુર ગામમાં Facebook કોમેન્ટ બાદ ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ. જૂથ અથડામણમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતાં SSG હોસ્પિટલ ખસેડાયા, જ્યારે ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.

ભાવનગરના માધવ બોય્ઝ હોસ્ટેલમાં ધોરણ-9ના વિદ્યાર્થી સાથે રેગિંગનો ગંભીર આરોપ, મારપીટ અને બળજબરીથી સિગારેટ પીવડાવ્યાના આક્ષેપ; CCTV વીડિયો સામે આવ્યા બાદ નિલમબાગ પોલીસે 4 વિદ્યાર્થીઓ અને 2 રેક્ટર સહિત 6 સામે ગુનો નોંધ્યો.

ગુજરાત પોલીસમાં પતિ-પત્ની કેસ હેઠળ એકસાથે 415 કર્મચારીઓની સ્વવિનંતીથી બદલી કરાઈ. તેમાં 27 ASI, 33 હેડ કોન્સ્ટેબલ અને 355 પોલીસ કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે.