પીઠી ચોળાયેલા હાથે દુલ્હાએ કરી દુલ્હનની હત્યા!
ભાવનગરમાં શોક- લોખંડના પાઇપ મારી માથું દીવાલ સાથે ભટકાડી દીધું,આરોપી સાજન ફરાર..

પીઠી ચોળાયેલા હાથે દુલ્હાએ કરી દુલ્હનની હત્યા!

પીઠી ચોળાયેલા હાથે દુલ્હાએ કરી દુલ્હનની હત્યા!
ભાવનગર શહેરમાં પરિવાર માટે લગ્ન જેવો શુભ દિન એક અશુભ સંકેત બની ગયો. લગ્નના દિવસે જ એક હ્રદય કંપાવનારી ઘટના બની છે. શહેરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં ટેકરી ચોક નજીક આજે (15 નવેમ્બર) સવારે એક યુવતીની તેના ભાવિ પતિ દ્વારા જ કરપીણ હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
મૃતક યુવતી સોનીબેન હિંમતભાઈ રાઠોડ (ઉં.વ. 22)ના આજે જ આરોપી સાજન બારૈયા (ઉં.વ. 26) સાથે લગ્ન થવાના હતા. હત્યા બાદ આરોપી સાજન બારૈયા ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો.
સિટી DYSP આર.આર. સિંધાલે આ બનાવ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, મૃતક સોનીબેન અને આરોપી સાજન છેલ્લા ઘણા સમયથી લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા હતા અને આજે બંનેના લગ્ન થવાના હતા. ગઈકાલે મૃતકની પીઠીની વિધિ પણ કરવામાં આવી હતી. વહેલી સવારે આરોપી સાજન દુલ્હનના ઘરે આવ્યો હતો, જ્યાં કોઈ કારણોસર બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. આ ઝઘડામાં સાજન ઉશ્કેરાઈ ગયો હતો.
ઉશ્કેરાટમાં આરોપીએ લોખંડના પાઇપથી સોનીબેનને માથાના ભાગે અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી, અને તેનું માથું દીવાલ સાથે પણ ભટકાયુ હતું. ગંભીર ઈજાઓને કારણે સોનીબેનનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું.
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આ ઝઘડો અને હત્યાનું કારણ પાનેતર (લગ્નનો પોશાક) અને પૈસાની લેવડદેવડ બાબતે થયેલી બોલાચાલી હતી. સામાન્ય ઝઘડો આટલા ગંભીર પરિણામમાં ફેરવાઈ જતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચીને પંચનામું કર્યું હતું. પોલીસે મૃતદેહનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યો છે અને પરિજનોના નિવેદન લેવાની કાર્યવાહી શરૂ કરી છે.
પોલીસે કાર્યવાહી હાથ ધરી
આ બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. DYSPએ જણાવ્યું હતું કે, આરોપી સાજન બારૈયાએ ઝઘડા બાદ ઘરની બાજુમાં પણ માથાકૂટ કરી હતી. હાલમાં પોલીસે હત્યાનો ગુનો નોંધીને ફરાર આરોપી સાજન બારૈયાને ઝડપી પાડવા માટે જુદી જુદી ટીમો બનાવીને સઘન કાર્યવાહી હાથ ધરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?