રાજ્યમાં યોજાનારી જીપીએસસી પરીક્ષાને લઇને મહત્વના સમાચાર
જીપીએસસીના ચેરમેન પૂર્વ આઇપીએસઓફિસર હસમુખ પટેલે દ્વીટ કરીને માહિતી આપી

જીપીએસસીના ચેરમેન પૂર્વ આઇપીએસ ઓફિસર હસમુખ પટેલે દ્વીટ કરીને માહિતી આપી

જીપીએસસીના ચેરમેન પૂર્વ આઇપીએસ ઓફિસર હસમુખ પટેલે દ્વીટ કરીને માહિતી આપી
રાજ્યમાં યોજાનારી જીપીએસસી પરીક્ષાને લઇને મહત્વના સમાચાર આવ્યા છે. આગામી 16મી ફેબ્રુઆરીએ રાજ્યમાં પાલિકાઓમાં મતદાન હોવાથી 16 ફેબ્રુઆરીએ યોજાનારી પરીક્ષા નહી લેવાય તેવી જાહેરાત જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલ દ્વારા કરવામાં આવી છે.
જીપીએસસીના ચેરમેન પૂર્વ આઇપીએસઓફિસર હસમુખ પટેલે દ્વીટ કરીને માહિતી આપી છે કે 16 ફેબ્રુઆરીએ પંચાયતનું મતદાન હોવાથી તે દિવસની પરીક્ષા માટે નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
ઉલ્લેખનિય છે રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો ધમધમાટ શરુ થયો છે. તાજેતરમાં રાજ્ય ચૂંટણી પંચ દ્વારા પાલિકાઓ માટે ચૂંટણીની જાહેરાત કરાઇ છે તેમાં રાજ્યની 66 નગરપાલિકાઓ તથા જૂનાગઢ મહાનગરપાલિકા, ત્રણ તાલુકા પંચાયત તથા ખેડા જિલ્લા પંચાયતની ચૂંટણીની તારીખો જાહેર કરાઇ છે.
રાજ્ય ચૂંટણી પંચની જાહેરાત મુજબ 16 ફેબ્રુઆરીએ ચૂંટણી માટે મતદાન યોજાશે અને 18 ફેબ્રુઆરીએ મતગણતરી યોજાશે. સવારે 7 વાગ્યાથી સાંજે 6 કલાક સુધી મતદાનનો સમય પણ જાહેર કરાયો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.