પ્રિ-પ્રાઇમરી સ્કૂલના નિયમોને લઈ સરકારે નમતું જોખ્યું
સંચાલકોની માંગ મુજબ કરાશે ફેરફાર

શાળા સંચાલકોમાં સંતોષ

શાળા સંચાલકોમાં સંતોષ
ગુજરાત સરકાર દ્વારા પ્રિ-પ્રાઇમરી સ્કૂલોની નોંધણી માટે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા હતાં. પરંતુ, આ નિયમો અત્યંત કડક હોવાથી પ્રિ-સ્કૂલ સંચાલકોએ વિરોધ નોંધાવ્યો હતો. ગુજરાત ઇન્ડિપેન્ડન્ટ પ્રિ-સ્કૂલ ઍસોસિયેશન દ્વારા રાજ્યના મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી સહિતના અધિકારીઓને રજૂઆત કરીને આ નિયમોમાં ફેરફાર કરવાની માંગ કરવામાં આવી છે. જોકે, હવે સરકારે તેમની રજૂઆતને ધ્યાને લઈ નિયમોમાં ફેરફાર કરવા માટે મૌખિક બાહેંધરી આપી છે. શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે શાળા સંચાલક મંડળ અને પ્રિ-પ્રાઈમરી સ્કૂલોના સંચાલક મંડળના પ્રતિનિધિઓ સાથે મળેલી બેઠકમાં આ નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવાયો છે અને તેનો ટૂંકમાં અમલ પણ કરવામાં આવશે.
રાજ્ય સરકારે અગાઉ રજૂ કરેલા નિયમોમાં ફરજિયાત 15 વર્ષનો રજિસ્ટર્ડ ભાડા કરાર, એજ્યુકેશન બીયુ પરમિશન, દર વર્ષે વર્ગદીઠ 5 હજાર રજિસ્ટ્રેશન ફી, ટ્રસ્ટ કે સંસ્થાનું રજિસ્ટ્રેશન કરાવવું સહિતના નિયમોનો સમાવેશ કર્યો હતો. જેની સામે શાળા સંચાલકોએ નારાજગી વ્યક્ત કરી વિરોધ નોંધાવ્યો હતો. જોકે, બુધવારે (1 જાન્યુઆરી) યોજાયેલી બેઠકમાં આ નિયમોને થોડા હળવા કરવામાં આવ્યા છે. શાળાના સંચાલકો દ્વારા જે ત્રણ માંગ કરવામાં આવી હતી તેનો શિક્ષણ વિભાગ દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે.
આ નિયમમાં મળી રાહત
શાળા સંચાલકોમાં સંતોષ
શાળાના સંચાલકો દ્વારા ઉપરોક્ત ત્રણ માંગને લઈને અલગ-અલગ રીતે વિરોધ કરવામાં આવી રહ્યો હતો. હવે રાજ્ય સરકારે શાળાના આ પ્રશ્નોનું નિરાકરણ લાવી દીધું છે. આ નિર્ણયથી હવે શાળા સંચાલકોમાં પણ સંતોષ જોવા મળ્યો છે. નોંધનીય છે કે, રાજ્ય સરકાર ટૂંક સમયમાં આ નિયમોની સત્તાવાર જાહેરાત કરશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.