પોસ્ટેડ આર્મી બ્રિગેડિયર અને તેમના પુત્ર પર હુમલો
કારમાં બેસી દારૂ પીતા બે જણાને અટકાવતા ગુંડા આવ્યા અને મારપીટ કરી: બ્રિગેડિયરનો દાવો

આર્મી બ્રિગેડિયર

આર્મી બ્રિગેડિયર
ગુજરાતમાં ફરજ બજાવતા અને પરિવાર સાથે દિલ્હીમાં રહેતા એક આર્મી બ્રિગેડિયર પર દિલ્હી પોલીસ સામે લુખ્ખા તત્વોએ હુમલો કર્યાની ઘટના પ્રકાશમાં આવી છે. તેમણે ખાનગી મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, ગત શનિવારે રાત્રે ડિનર કર્યા પછી તેઓ તેમના પુત્ર સાથે ફરવા જઈ રહ્યા હતા. આ દરમિયાન તેમણે જોયું કે, તેમના ઘરની બહાર એક વાહન ઉભું હતું જેમાં બે લોકો દારૂ પી રહ્યા હતા. જેથી તેમણે વાંધો ઉઠાવ્યો અને કારમાં બેસેલો બે લોકોને પબ્લિક પેલેસમાં દારૂ ન પીવાનું કહેતા બોલાચાલી થઈ હતી.
બ્રિગેડિયરના જણાવ્યા અનુસાર તેમણે પોલીસને ફોન કરતા પીસીઆર વાન 20 મિનિટમાં આવી ગઈ હતી. આ દરમિયાન વાહનમાં સવાર બે પૈકી એક જણાએ ફોન કરતા તેના કેટલાક માણસો પણ ત્યાં દોડી આવ્યા હતા અને બ્રિગેડિયરના પુત્ર પર હુમલો કરવાનું શરૂ કર્યું હતું.
બ્રિગેડિયરનો દાવો છે કે, આ બધુ પીસીઆર વાનના પોલીસકર્મીઓ સામે થઈ રહ્યું હતું પરંતુ તેમનામાંથી કોઈએ પણ દરમિયાનગીરી કરવાનો પ્રયાસ કર્યો નહીં. એટલું જ નહીં, જ્યારે તેમણે તેમના પુત્રને બચાવવાનો પ્રયાસ કર્યો ત્યારે ગુંડાઓએ તેમની સાથે પણ મારપીટ કરી હતી.
પીડિત બ્રિગેડિયરના જણાવ્યા મુજબ તેઓ વસંત વિહાર પોલીસ સ્ટેશન ગયા પરંતુ કોઈ મદદ મળી નહીં. મેડિકો લીગલ કેસ (MLC) માટે પણ પોલીસમાંથી કોઈ તેમની સાથે હોસ્પિટલ ગયું નહીં. બાદમાં તેઓ MLC માટે જાતે હોસ્પિટલમાં ગયા હતા. બ્રિગેડિયરે એવો પણ દાવો કર્યો છે કે, MLC પછી પણ પોલીસે FIR નોંધી ન હતી અને GD (જનરલ ડાયરી)માં જ ફરિયાદ નોંધી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.