Gir Somnath : આમોદ્રા ગામમાં દીપડાનો આતંક, ખેડૂત દંપતી પર હુમલો, વનવિભાગે દીપડાને પાંજરે પૂર્યો...
50 વર્ષીય રમેશભાઈના ઘરમાં દીપડો રસોડાની બારીમાંથી ઘૂસ્યો અને તેમની પત્ની દક્ષાબેન તેમજ રમેશભાઈ પર હુમલો કર્યો...

દીપડાનો આતંક યથાવત પરંતુ વનવિભાગ...

દીપડાનો આતંક યથાવત પરંતુ વનવિભાગ...
આમોદ્રા ગામમાં વહેલી સવારે એક દીપડાએ ભારે દહેશત ફેલાવી હતી. દીપડાએ એક ખેડૂત દંપતી પર હુમલો કરતાં ગામલોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. જોકે, વનવિભાગે સમયસર પહોંચી દીપડાને પાંજરે પૂરી લેતાં સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, આમોદ્રા ગામના 50 વર્ષીય ખેડૂત રમેશભાઈના ઘરમાં વહેલી સવારે એક દીપડો ઘૂસી ગયો હતો. દીપડાએ રસોડાની બારીમાંથી ઘરમાં પ્રવેશ કર્યો હતો. જ્યારે રમેશભાઈએ ઘરનો ગેટ ખોલ્યો, ત્યારે દીપડાએ સૌપ્રથમ તેમની પત્ની દક્ષાબેન પર હુમલો કર્યો હતો. ત્યારબાદ દીપડો રસોડામાં ઘૂસી ગયો અને ત્યાં રમેશભાઈ પર પણ હુમલો કર્યો હતો.
આ ઘટનાથી ઘરમાં અને આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. દીપડાના હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા રમેશભાઈને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં વનવિભાગની ટીમ તાત્કાલિક આમોદ્રા ગામ પહોંચી હતી. વનવિભાગે ટ્રાંક્વિલાઈઝર ગનનો ઉપયોગ કરીને દીપડાને બેભાન કર્યો અને તેને સફળતાપૂર્વક પાંજરે પૂર્યો હતો.
આ પણ વાંચો : Ahmedabad : આંબાવાડીના 'બિરજુ' એપાર્ટમેન્ટમાં 'ભંગાર' ટાંકી ધડાકાભેર પડી, કોઈ જાનહાની નહીં...
આ ઘટના બાદ ગામલોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ગામલોકોએ જણાવ્યું હતું કે, "આમોદ્રાની એક પણ સીમ એવી નથી કે જ્યાં દીપડો ન હોય." તેઓનો દાવો છે કે આ અંગે તેઓ સતત જંગલ ખાતામાં રજૂઆતો કરી રહ્યા છે, તેમ છતાં તેમની સમસ્યાનો કોઈ ઉકેલ આવી રહ્યો નથી અને દીપડાના હુમલાની ઘટનાઓ યથાવત છે. આ ઘટનાએ ફરી એકવાર દીપડાના વધી રહેલા આતંક અને વન્યજીવોના માનવ વસવાટમાં પ્રવેશના મુદ્દાને પ્રકાશિત કર્યો છે.
આ પણ વાંચો : મુંબઈ-અમદાવાદ હાઈવે પર ભારે ટ્રાફિકજામ, ખાડાઓએ સર્જ્યો 5 KM લાંબો ટ્રાફિકજામ, પ્રજા ત્રસ્ત!
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદની 4 સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી! વાલીઓ બાળકોને લેવા દોડી આવ્યા, પોલીસ અને બોમ્બ સ્ક્વોડ તપાસમાં જોડાઈ.

ગુજરાતના 4 જિલ્લામાં ઓછા વરસાદથી ચિંતા, ભૂપેન્દ્ર પટેલ સરકારના રાહત પગલાંમાં શું છે ખાસ? ખેડૂતોને હેક્ટરદીઠ ₹8,500ની સહાય, પશુપાલકોને માત્ર ₹2માં ઘાસચારો અને ગ્રામ્ય લોકોને 150 માનવદિવસની રોજગારીનો નિર્ણય!

ગુજરાતના પેન્શનરો માટે મોટા સમાચાર! મોંઘવારી રાહત 443% થતાં ₹10,000ના મૂળ પેન્શન પર દર મહિને ₹6,200નો તફાવત કેવી રીતે થાય છે?