ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર: સવારથી 47 તાલુકાઓમાં મધ્યમથી ભારે વરસાદ!
પોરબંદર અને સુરતમાં ધોધમાર 24 કલાકમાં 201 તાલુકા ભીંજાયા

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 201 તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 201 તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી
રાજ્યમાં આજ સવારથી અત્યાર સુધીમાં 47 તાલુકામાંઓમાં મધ્યમથી ભારે વરસાદ નોંધાયો જેમાં સૌથી વધારે વરસાદ પોરબંદર શહેરમાં 2.09 ઈંચ,રાણાવાવમાં 1.5 ઈંચ, કુતિયાનમાં 0.08 ઈંચ આજ સવારથી વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી.સવારના 6 થી 8 વાગ્યા સુધીમાં કેટલાક તાલુકાઓમાં મધ્યમ થી ભારે વરસાદ નોંધાયો. જેમાં દેવભૂમિ દ્વારકા શહેરમાં 0.63 ઈંચ, કલ્યાણપુરમાં 0.55 ઈંચ, ભાણવડમાં 0.08 ઈંચ વરસાદ નોંધાયો હતો.જ્યારે ગીર સોમનાથના વેરાવળમાં 0.63 ઈંચ, સુત્રાપાડામાં 0.47 ઈંચ , કોડીનારમાં 0.39 ઈંચ, ઊનામાં 0.24 ઈંચ, તલાલામાં 0.2 ઈંચ, ગીર ગઢડામાં 0.12 ઈંચ વરસાદ નોંધાયો હતો. જૂનાગઢના મનાવદરમાં 0.43 ઈંચ, કેશોદમાં 0.24 ઈંચ, માંગરોળમાં 0.12 ઈંચ, વંઠાલીમાં 0.08 ઈંચ જુનાગઢ શહેરમાં 0.08 ઈંચ, વિસાવદરમાં 0.08 ઈંચ, માળીયા હાટીમાં 0.08 ઈંચ અને જુનાગઢ સિટીમાં 0.08 ઈંચ વરસાદ નોંધાયો હતો.અમરેલીના લિલિયામાં 0.08 ઈંચ ત્યાર બાદ રાજકોટના ધોરાજીમાં 0.16 ઈંચ, જામકંદોલામાં 0.08 ઈંચ, જેતપુરમાં 0.08 ઈંચ વરસાદ નોંધાયો હતો. દક્ષિણ ગુજરાતના જિલ્લાની વાત કરીએ તો વલસાડના ધરમપુરમાં 0.83 ઈંચ, વાપીમાં 0.63 ઈંચ, કપરાડામાં 0.47 ઈંચ, પારડીમાં 0.16 ઈંચ, વલસાડ શહેરમાં 0.08 ઈંચ અને ઉમબેરગોનમાં 0.08 ઈંચ વરસાદ નોંધાયો હતો. બીજા જિલ્લાઓની વાત કરીએ તો ભરૂચના અંકલેશ્વરમાં 0.28 ઈંચ, નવસારીના ખેરગામમાં 0.28 ઈંચ, વણસાડામાં 0.24 ઈંચ, અને ચિખલીમાં 0.08 ઈંચ, જલાલપોરમાં 0.04 ઈંચ વરસાદ નોંધાયો હતો. ત્યાર બાદ નર્મદાના સાગબારામાં 0.12 ઈંચ,સુરતના ચોરાસીમાં 0.12 ઈંચ,માંડવીમાં 0.08 ઈંચ, બારડોલીમાં 0.08 ઈંચ,માંગરોળમાં 0.04 ઈંચ અને ડાંગના આહવામાં 0.12 ઈંચ,વઘઇમાં 0.08 ઈંચ, સુબીરમાં 0.04 ઈંચ વરસાદ નોંધાયો હતો. તાપી જિલ્લાના નિજારમાં 0.04 ઈંચ, કુકરમુંડામાં 0.04 ઈંચ વરસાદ નોંધાયો હતો.મધ્ય ગુજરાતના પંચમહાલના હાલોલમાં 0.08 ઈંચ વરસાદ નોંધાયો હતો. સમગ્ર ગુજરાતમાં વરસાદ મનમૂકીને વરસ્યો.
ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર:
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 201 તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી.જેમાં સૌથી વધારે સુરતના પલસાણા તાલુકામાં 3.78 ઈંચ, બનાસકાંઠાના કાંકરેજમાં તાલુકામાં 3.58 ઈંચ,વાવમાં 3.0 ઈંચ,થરાદમાં 2.7 ઈંચ વરસાદ નોંધાયો હતો.સુરેન્દ્રનગરના લખતરમાં 3.43 ઈંચ,સાયલામાં 2.80 ઈંચ,વઢવાણમાં 2.52 ઈંચ,વલસાડ શહેરમાં 3.23 ઈંચ, વાપી તાલુકામાં 3.15 ઈંચ, દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં 3.0 ઈંચ અને બોટાદના ગઢડામાં 2.95 ઈંચ, બરવાળામાં 2.56 ઈંચ, નવસારીના ખેરગામ તાલુકામાં 2.40 ઈંચ, વલસાડના પારડીમાં 2.09 ઈંચ અને પોરબંદર શહેરમાં 2.05 ઈંચ, છોટા ઉદેપુરના બોડેલીમાં 2.01 ઈંચ વરસાદ નોંધાયો હતો. આમ ગુજરાતના લગભગ બધા તાલુકાઓમાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળ્યો હતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!