કોણ બનશે GCMMF ના નવા નાથ..? આજે યોજાશે ચૂંટણી
ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) અમૂલ ખાતે યોજાશે ચૂંટણી

ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) અમૂલ ખાતે યોજાશે ચૂંટણી

ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) અમૂલ ખાતે યોજાશે ચૂંટણી
ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) ખાતે આજે સવારે 11 વાગે ચેરમેન અને વાઇસ ચેરમેનપદ માટે ચૂંટણી યોજાનાર છે. રાજ્યના દૂધ ઉદ્યોગના ચાવીરુપ ગણાતી આ ચૂંટણી અંગે સહકારી ક્ષેત્રમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.
વર્ષ 1973માં ડૉ. વર્ગીસ કુરીયને સ્થાપેલી GCMMF અત્યારે કરોડો રૂપિયાનું વાર્ષિક ટર્નઓવર ધરાવતી "અમૂલ" બ્રાન્ડનું સંચાલન કરે છે. ડૉ. કુરીયન જાતે 33 વર્ષ સુધી GCMMFના ચેરમેન રહ્યા હતા. હાલની ચૂંટણીમાં બદલાવ થશે કે પુનરાવર્તન થાય તે અંગે ભારે ચર્ચાઓ ચાલી રહી છે.
હાલ GCMMFના ચેરમેન તરીકે સાબર ડેરીના શામળભાઈ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે સરહદ ડેરીના વાલમજી હુંબલ કાર્યરત છે. બંનેએ પોતાનો કાર્યકાળ પૂર્ણ કર્યો છે અને હવે ત્રીજી ટર્મ માટે તેઓ રેસમાં છે.
શક્તિશાળી દાવેદારો વચ્ચે ચુસ્ત રેસ
ચેરમેનપદ માટે બનાસ ડેરીના શંકર ચૌધરી પણ સશક્ત દાવેદાર છે, જેઓ રાજકીય અને સહકારી બંને ક્ષેત્રમાં પ્રભાવ ધરાવે છે. બીજી તરફ, વાલમજી હુબલને પણ પ્રમોશન આપી ચેરમેન બનાવવાની શક્યતા છે.
મતદાન કરશે રાજ્યના 18 ડેરી સંઘના ચેરમેન
આજની ચૂંટણીમાં મતદાન કરનારા દૂધ સંઘોના ચેરમેનની યાદી અહીં આપવામાં આવી છે:
શામળભાઈ પટેલ (સાબર ડેરી)
વાલમજી હુંબલ (સરહદ ડેરી)
વિપુલ પટેલ (આણંદ - અમૂલ ડેરી)
શંકર ચૌધરી (બનાસ ડેરી)
અશોક ચૌધરી (મહેસાણા - દૂધસાગર ડેરી)
માનસિંહ પટેલ (સુરત - સુમુલ ડેરી)
ગમન પટેલ (વલસાડ - વસુધા ડેરી)
દિનેશ પટેલ (વડોદરા - બરોડા ડેરી)
જેઠા ભરવાડ (ગોધરા - પંચામૃત ડેરી)
મોહન ભરવાડ (આબાદ ડેરી)
શંકરસિંહ રાણા (ગાંધીનગર - મધુર ડેરી)
ગોરધન ધામેલિયા (રાજકોટ - ગોપાલ ડેરી)
ધનશ્યામ પટેલ (ભરૂચ - દૂધધારા ડેરી)
નરેશ મારૂ (સુરેન્દ્રનગર - સુરસાગર ડેરી)
અશ્વિન સાવલિયા (અમરેલી - અમર ડેરી)
મહેન્દ્ર પનોત (ભાવનગર - સર્વોત્તમ ડેરી)
દિનેશ ખટારિયા (જૂનાગઢ - સોરઠ ડેરી)
આકાશ રાજશાખ (પોરબંદર - સુદામા ડેરી)
ઉત્તર ગુજરાતનો દબદબો યથાવત રહે?
ગુજરાતના દૂધ સંઘોમાં ઉત્તર ગુજરાતના સંઘો – દૂધસાગર, સાબર, બનાસ અને આણંદની અમૂલ ડેરીનો દબદબો વર્ષોથી છે. GCMMFના ચેરમેન તરીકે મોટેભાગે આ ડેરીઓમાંથી જ પ્રતિનિધિ આવ્યા છે. ગત વખતે પણ ભારે આંતરિક વિવાદોની વચ્ચે શામળભાઈ પટેલને પુનરાવર્તિત કરવામાં આવ્યા હતા.
અઢી વર્ષની મુદત માટે નવી ટીમ
આ ચૂંટણીમાં ચૂંટાતા ચેરમેન અને વાઇસ ચેરમેન આગામી અઢી વર્ષ માટે GCMMFના સુકાની રહેશે. GCMMF સમગ્ર રાજ્યની ડેરી ઉત્પાદિત દૂધ અને ઉત્પાદનોના માર્કેટિંગ અને વેચાણ માટે મુખ્ય સંગઠન છે, જે દેશભરમાં “અમૂલ”ના નામે જાણીતી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!