શું નવરાત્રિમાં વરસાદ બગાડશે ગરબાની મજા?
નવરાત્રિના રંગમાં પાડી શકે છે ભંગ, સપ્ટેમ્બરમાં સામાન્ય કરતાં વધુ વરસાદ થવાની સંભાવના છે
વરસાદની આગાહી
વરસાદની આગાહી
ગુજરાતમાં ગરબાના શોખીનો માટે હવામાન વિભાગે માઠા સમાચાર આપ્યા છે. સપ્ટેમ્બર મહિનામાં સામાન્ય કરતાં વધુ વરસાદ થવાની સંભાવના છે, જે નવરાત્રિના તહેવારની મજા બગાડી શકે છે. ભારતીય હવામાન વિભાગ અનુસાર, સપ્ટેમ્બર દરમિયાન દેશના મોટાભાગના વિસ્તારોમાં સામાન્યથી વધુ વરસાદ પડી શકે છે, જેમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે. આ મહિને ગુજરાતમાં 109% વરસાદ થવાની શક્યતા છે.
સપ્ટેમ્બર મહિનાના પ્રથમ અને છેલ્લા સપ્તાહમાં વરસાદનું જોર વધુ રહેવાની આગાહી છે. 2 સપ્ટેમ્બરની આસપાસ બંગાળની ખાડીમાં એક નવું લો-પ્રેશર સિસ્ટમ બનવાની શક્યતા છે, જેના કારણે 1થી 7 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે.
આ પછી, 8 થી 22 સપ્ટેમ્બર સુધી વરસાદ સામાન્ય અથવા નહિવત રહેશે. જોકે, 23 સપ્ટેમ્બરથી ફરી વરસાદનું જોર વધશે. કારણ કે, અરબ સાગર અને બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાશે, જે મુશળધાર વરસાદનું કારણ બનશે.
આ વર્ષે નવરાત્રિ 22 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, નવરાત્રિના દિવસો દરમિયાન જ વરસાદી માહોલ રહેવાની સંભાવના છે, જે ગરબાના શોખીનોની મજા બગાડી શકે છે. આવી સ્થિતિમાં, ખેલૈયાઓએ વરસાદમાં ગરબે ઘૂમવા માટે છત્રી અને રેઈનકોટ જેવી તૈયારીઓ સાથે જવું પડી શકે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખાંડ રૂ.37થી રૂ.84, ડુંગળી રૂ.23થી રૂ.84 અને દાળ-તેલના ભાવમાં પણ મોટો ઉછાળો...

2023માં 4, 2024માં 19 અને 2025માં 5 કેસ... ગુજરાતમાં ગર્ભસ્થ શિશુનું લિંગ ગેરકાયદેસર રીતે જાણવા મામલે આ આંકડા શું કહી રહ્યા છે?

રાજકોટની MG હોસ્ટેલમાં એવું શું બન્યું કે 250થી વધુ વિદ્યાર્થીઓએ ભોજનનો બહિષ્કાર કરી ભૂખ હડતાળ શરૂ કરી?