પાંચ વિસ્ફોટોનો ફરાર ગુનેગાર અલ-ફલાહનો વિદ્યાર્થી
આઝમગઢનો શાદાબ બેગ અલ-ફલાહ યુનિવર્સિટીમાંથી B.Tech કરીને આતંકવાદી બન્યો

આતંકવાદીનું ગુજરાત કનેક્શન

આતંકવાદીનું ગુજરાત કનેક્શન
સુરત અને અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ (2008) સહિત દેશના પાંચ મોટા વિસ્ફોટોમાં સામેલ અને છેલ્લા 18 વર્ષથી ફરાર આતંકવાદી મિર્ઝા શાદાબ બેગ વિશે મોટો ખુલાસો થયો છે. દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલના એક ગુપ્તચર રિપોર્ટ મુજબ, બેગ ફરીદાબાદની અલ-ફલાહ યુનિવર્સિટીનો વિદ્યાર્થી હતો.
તાજેતરમાં 10 નવેમ્બરના દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટ બાદ યુનિવર્સિટી તપાસના દાયરામાં આવી છે, કારણ કે તેમાં ધરપકડ કરાયેલો આરોપી પ્રોફેસર ડૉ. ઉમર નબી પણ અહીં ભણાવતો હતો.
B.Tech પૂરું કર્યું, તે જ વર્ષે ગોરખપુર બ્લાસ્ટઆઝમગઢનો રહેવાસી અને ઇન્ડિયન મુજાહિદ્દીન (IM) નો મુખ્ય સભ્ય શાદાબ બેગે 2007 માં અલ-ફલાહ યુનિવર્સિટીમાંથી B.Tech (ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયરિંગ) પૂર્ણ કર્યું હતું. આશ્ચર્યની વાત એ છે કે, જે વર્ષે તેણે એન્જિનિયરિંગ પૂરું કર્યું, તે જ વર્ષે 2007 માં તેણે ગોરખપુરમાં શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ કર્યા હતા, જેમાં છ લોકો ઘાયલ થયા હતા. ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયરિંગના જ્ઞાનને કારણે તે બોમ્બ બનાવવાની તકનીકમાં માહિર બન્યો હતો.
સુરત-અમદાવાદ સહિત આ બ્લાસ્ટમાં સંડોવણી:ગુપ્તચર અહેવાલ મુજબ, આતંકવાદી મિર્ઝા શાદાબ બેગ નીચેની મુખ્ય આતંકવાદી ઘટનાઓમાં સામેલ હતો:
ગોરખપુર બ્લાસ્ટ (2007): શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટોમાં સંડોવાયેલો.
જયપુર સિરિયલ બ્લાસ્ટ (મે 2008): વિસ્ફોટકો એકત્રિત કરવા માટે કર્ણાટકના ઉડુપી ગયો હતો. તેણે રિયાઝ અને યાસીન ભટકલને IED એસેમ્બલ કરવા માટે મોટી સંખ્યામાં ડેટોનેટર અને બેરિંગ્સ પૂરા પાડ્યા હતા.
અમદાવાદ-સુરત બ્લાસ્ટ (જુલાઈ 2008): બ્લાસ્ટના 15 દિવસ પહેલા અમદાવાદ આવીને સમગ્ર શહેરની રેકી કરી હતી. તેણે ત્રણ ટીમો બનાવી હતી અને વિસ્ફોટો માટે તમામ લોજિસ્ટિક્સ ગોઠવીને બોમ્બ તૈયાર કર્યા હતા અને તાલીમ પણ આપી હતી.
સપ્ટેમ્બર 2008 માં IM નો પર્દાફાશ થયા બાદ બેગ ફરાર છે અને તેની પર ₹1 લાખનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ, તે છેલ્લે 2019 માં અફઘાનિસ્તાનમાં હતો.
દિલ્હીના તાજેતરના વિસ્ફોટમાં ધરપકડ કરાયેલા ડૉ. મુઝમ્મિલ શકીલ પણ અલ-ફલાહના સ્નાતક છે અને તાલીમ માટે અફઘાનિસ્તાન ગયા હતા. આ બંને કિસ્સાઓના લીધે, યુનિવર્સિટી પર ગંભીર સવાલો ઊભા થયા છે. દિલ્હી પોલીસે યુનિવર્સિટી સામે બે FIR નોંધી છે. હાલ ED ના દરોડા ચાલુ છે, NAAC દ્વારા કારણદર્શક નોટિસ જારી કરવામાં આવી છે, અને 70 થી વધુ લોકોની પૂછપરછ ચાલી રહી છે.
વર્ષ 2007 અને 2008 ના વિસ્ફોટો અને તાજેતરના લાલ કિલ્લા વિસ્ફોટ વચ્ચેના જોડાણની શક્યતાને હવે નકારી શકાય તેમ નથી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?