Surat : ડુમસ જમીન કૌભાંડનો પર્દાફાશ, ભાગેડુ અનંત પટેલ પૂણેથી CID ક્રાઇમની ઝપટમાં!
રૂ. 2000 કરોડના કથિત કૌભાંડમાં ભાગેડુ જાહેર થયેલા સિટી સર્વે સુપરિન્ટેન્ડેન્ટ અનંત પટેલની પૂણેથી CID ક્રાઇમે ધરપકડ કરી...

2000 કરોડનું જમીન કૌભાંડ...

2000 કરોડનું જમીન કૌભાંડ...
સુરતના ડુમસ વિસ્તારમાં આચરવામાં આવેલા ₹2000 કરોડના કથિત જમીન કૌભાંડમાં એક મોટો ખુલાસો થયો છે. આ પ્રકરણના મુખ્ય સૂત્રધાર અનંત પટેલની પૂણેથી ધરપકડ કરવામાં આવી છે, જેના પગલે કૌભાંડમાં સંડોવાયેલા અન્ય આરોપીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
સરકારી જમીન ગણોતિયાના નામે ચઢાવી વેચી દેવાઈ...
આ કૌભાંડમાં સરકારી માલિકીની કરોડો રૂપિયાની જમીનને ગેરકાયદેસર રીતે ગણોતિયાના નામે ચઢાવી દેવામાં આવી હતી અને ત્યારબાદ તેને બિલ્ડરોને વેચી દેવામાં આવી હતી. આ સમગ્ર પ્રકરણમાં નરેશ શાહ નામના વ્યક્તિએ બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવી, તેના આધારે ગેરકાયદેસર રીતે બાંધકામની મંજૂરીઓ પણ મેળવી હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
છ મહિના બાદ FIR, કેટલાક આરોપીઓના નામ ગુમ...
આઝાદ રામોલિયા દ્વારા કરવામાં આવેલી ફરિયાદના છ મહિના બાદ પોલીસ દ્વારા આખરે FIR નોંધવામાં આવી છે. જોકે, આશ્ચર્યજનક રીતે, FIR માંથી કેટલાક મહત્વના આરોપીઓના નામ ગાયબ હોવાને કારણે તપાસ સામે સવાલો ઉઠી રહ્યા છે. આ કૌભાંડમાં નકલી સર્ટિફિકેટના આધારે સરકારી જમીનનું ગેરકાયદેસર વેચાણ થયું હોવાનું પણ બહાર આવ્યું છે, જે સરકારી તંત્રની બેદરકારી અને ભ્રષ્ટાચાર પર પ્રકાશ પાડે છે.
અનંત પટેલની ધરપકડ બાદ હવે આ કૌભાંડના અન્ય પડદાફાશ થશે અને તેમાં સંડોવાયેલા તમામ આરોપીઓ કાયદાના સકંજામાં આવશે તેવી આશા સેવાઈ રહી છે. આ પ્રકરણ ગુજરાતના જમીન કૌભાંડોના ઇતિહાસમાં એક મોટો અધ્યાય બનશે તેવી શક્યતા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?