પાલનપુરની નાઉ સ્ટાર્ટ પોન્ઝી સ્કીમનો ભાગેડુ આરોપી ઝડપાયો
ગાંધીનગર સીઆઈડી ક્રાઈમે નિરંજન શ્રીમાળીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી

પાલનપુરની પોન્ઝી સ્કીમનો આરોપી ઝડપાયો

પાલનપુરની પોન્ઝી સ્કીમનો આરોપી ઝડપાયો
બીઝેડ પોન્ઝી સ્કીમ કૌભાંડ બાદ સીઆઈડી ક્રાઈમે રાજ્યની વિવિધ પોન્ઝી સ્કીમ મામલે તપાસ હાથ ધરી છે. આ તપાસ દરમિયાન પાલનપુરની નાઉ સ્ટાર્ટ નામની પોન્ઝી સ્કીમનું કૌભાંડ ઝડપાયુ હતુ. રોકાણકારોને દૈનિક 1 ટકા લેખે વ્યાજ આપવાની લાલચ આપીને રોકાણ કરાવનાર કંપનીના ડાયરેક્ટર નિરંજન શ્રીમાળીને સીઆઈડી ક્રાઈમે ઝડપી પાડ્યો છે.
પાલનપુરની નાઉ સ્ટાર્ટવે ટેક ઈન્ડિયા મેનેજમેન્ટ કન્સલ્ટન્સી પ્રા.લિ. નામની કંપની રજિસ્ટર કરાવીને રોકાણકારો પાસે રોકાણ કરાવ્યુ હતુ. કંપનીના નામે દૈનિક 1 ટકા લેખે વ્યાજ આપવાની તેમજ 200 દિવસમાં મૂડી ડબલ કરવાની, પોતાની આઈડી નીચે રોકાણ કરાવે તો અલગથી વધારાનું કમિશન આપવાની લોભામણી સ્કીમના પેમ્ફલેટ છપાવી તેમજ વેબસાઈટ ઉપર પ્રચાર પ્રસાર કરાવીને રોકાણ કરાવ્યુ હતુ.
કંપનીની લોભામણી સ્કીમને લઈ 15,790 રોકાણકારોએ 1,30,33,57,000 રૂપિયા ઉઘરાવ્યા હતા. જેમાંથી 12,722 રોકાણકારોના રૂપિયા 86,03,09,235 હજુ સુધી ચુકવ્યા નથી. આ મામલે સીઆઈડી ક્રાઈમ ગાંધીનગર ઝોન પોલીસ સ્ટેશનમાં 4 ડિસેમ્બર 2024ના રોજ કંપનીના ડાયરેક્ટર નિરંજન નાગરદાસ શ્રીમાળી રહે. પાલનપુર સામે ફરિયાદ નોંધાઈ હતી. તેથી સીઆઈડી ક્રાઈમે કંપનીના ડાયરેક્ટર નિરંજન શ્રીમાળીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવીને પૂછપરછ હાથ ધરી છે.
ગાંધીનગર સીઆઈડી ક્રાઈમના એસપી હિમાંશુ વર્માએ બેનિફિટ ન્યૂઝને જણાવ્યુ હતુ કે, આરોપી નિરંજન શ્રીમાળીએ Now start Tech India Pvt Ltd તથા Now startway Tech Managment Consultancy Pvt Ltd નામથી બે કંપનીઓ ROCમાં રજીસ્ટર્ડ કરાવી છે. Now start Enterprise, Now start Technology, Now Start Consultancy નામથી MSMEમાં ત્રણ પેઢીઓ રજીસ્ટર્ડ કરાવી છે. આરોપીએ ઓક્ટોમ્બર-2023માં 3 ટકા લેખે 70 દિવસમાં મૂડી ડબલ કરી આપવાની સ્કીમ લોન્ચ કરી હતી. જાન્યુઆરી-2024માં દિવસના 1 ટકા લેખે 200 દિવસમાં મૂડી ડબલ કરી આપવાની પણ સ્કીમ લોન્ચ કરી હતી. આ કામે રોકાણ કરવા વેબસાઇટ ઉપર રજિસ્ટ્રેશન કરી આરોપીની કંપનીના યશ બેન્ક, IDFC બેન્ક તથા HDFC બેન્કના ખાતાઓમાં ગુગલ-પે, ફોન-પે, ચેકથી પેમેન્ટ કરેલાની રસીદ અપલોડ કરાવી હતી.
જેમાં ગુજરાતના પાલનપુર, મહેસાણા, હિંમતનગર, અમદાવાદ, પાટણ, રાજકોટ, જામનગર, અંકલેશ્વર, વડોદરા, સુરત તેમજ રાજસ્થાનના પાલી, ઉદયપુર, બાંસવાડા, મહારાષ્ટ્રના મુંબઇ, નાસિકના લોકોએ રોકાણ કર્યાનું જણાઈ આવ્યુ છે. આ જગ્યાઓ પૈકી જુદી જુદી જગ્યાએ સેમિનાર કરી એવોર્ડ-રિવોર્ડની સ્કીમ જાહેર કરી એજન્ટોને આઇ-ફોન, બાઇક તથા ફોર વ્હીલ કારનું વિતરણ કર્યાની માહિતી મળી છે. આરોપી નિરંજન શ્રીમાળીની ધરપકડ કરી કૌભાંડની રકમ ક્યાં વાપરી છે અને કેટલી મિલકતો વસાવી છે. તે અંગે વધુ તપાસ શરૂ કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.