ફેસબુક જાહેરાતથી મકાન ખરીદીમાં 10 લાખની છેતરપિંડી
ફેસબુક પર જાહેરાત જોઈને મકાન ખરીદવું યુવકને મોંઘું પડ્યું

ફેસબુક મકાન છેતરપિંડી

ફેસબુક મકાન છેતરપિંડી
અમદાવાદ સહિત રાજ્યમાં ઓનલાઈન છેતરપિંડીના બનાવોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. વેજલપુર વિસ્તારમાં રહેતા એક યુવકને ફેસબુક પર મકાન વેચાણની જાહેરાત જોઈને ડીલ કરવી ભારે પડી છે. ફેસબુક માર્કેટપ્લેસ પરથી મકાન ખરીદવાની પ્રક્રિયામાં યુવક પાસેથી 10 લાખ રૂપિયા લઇ અંતે મકાન આપવાનો ઇનકાર કરાતા વાસણા પોલીસ સ્ટેશનમાં માતા અને પુત્ર સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે.
પ્રાપ્ત માહિતી મુજબ, વેજલપુરના રહેવાસી મયુર મહેતાએ ફેસબુક માર્કેટપ્લેસ પર વાસણા વિસ્તારમાં આવેલા શ્રેયશ એપાર્ટમેન્ટ, મકાન નંબર F/4ના વેચાણની જાહેરાત જોઈ હતી. આ જાહેરાત બાદ તેણે મિતેષ ધ્રુવનો સંપર્ક કર્યો. રૂબરૂ મુલાકાતમાં મિતેષે જણાવ્યું હતું કે મકાન તેની માતા ગીતાબેન ધ્રુવના નામે છે. ત્યારબાદ બંને વચ્ચે 20.50 લાખ રૂપિયામાં મકાન વેચાણની સંમતિ થઈ હતી.
ડિલના ભાગરૂપે 15 જૂન 2023ના રોજ મયુરે 50 હજાર રૂપિયા એડવાન્સ તરીકે આપ્યા હતા. ત્યારબાદ ઓક્ટોબર 2023 સુધીમાં ટુકડે-ટુકડે ઓનલાઇન ટ્રાન્ઝેક્શન દ્વારા મિતેષના ખાતામાં વધુ 4 લાખ રૂપિયા જમા કરાયા હતા.
આ પછી મિતેષે દિવાળી 2024 પહેલા બાકીની રકમ ચૂકવવાનું જણાવતાં મયુરે પોતાનું બીજું મકાન વેચી અને પીએફમાંથી રૂપિયા ઉપાડી ઓગસ્ટ 2024માં 5.50 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. આમ કુલ 10 લાખ રૂપિયા એડવાન્સ ચુકવનારા મયુરને મકાન આપવા અંગે સતત ટાળટૂળ કરવામાં આવી.
જ્યારે બાનાખત મુજબ મકાનના કાગળો અને કબજાની માંગ કરવામાં આવી ત્યારે આરોપીએ જુલાઈ 2025 સુધી રાહ જોવાનું કહ્યું. સમય વીતી જતાં પણ કાગળો નહીં આપતા અને નવી બેંક વિગતો આપ્યા બાદ અંતે આરોપીએ મકાન આપવાનો ઈનકાર કરી દીધો. છેતરપિંડી થતાં મયુરે વાસણા પોલીસ સ્ટેશનમાં મિતેષ ધ્રુવ અને તેની માતા ગીતાબેન ધ્રુવ સામે ફરિયાદ નોંધાવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?