ગુજરાતની ચાર RTO કચેરીઓને બોમ્બથી ઉડાવવાની ધમકી
અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં હજારો અરજદારોને પરત મોકલવાની ફરજ પડી

રાજ્યની ચાર RTO ને મળી ધમકી

રાજ્યની ચાર RTO ને મળી ધમકી
ગુજરાતના મહાનગરોમાં આવેલી પ્રાદેશિક પરિવહન કચેરીઓ (RTO) આજે સાયબર આતંકવાદ અથવા તોફાની તત્વોના નિશાને આવી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરાની RTO કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા વહીવટી તંત્ર અને પોલીસ કાફલો હરકતમાં આવ્યો છે. સુરક્ષાના કારણોસર ત્રણેય કચેરીઓ તાત્કાલિક ખાલી કરાવવામાં આવી છે અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) તથા ડોગ સ્ક્વોડ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
અમદાવાદ: હિમાલયા એલાન્ઝામાં ભયનો માહોલઅમદાવાદમાં RTO ની ઓફિસ શ્યામલ ચાર રસ્તા પાસે આવેલા 'હિમાલયા એલાન્ઝા' બિલ્ડિંગમાં કાર્યરત છે. આ બિલ્ડિંગ મિશ્ર પ્રકારનું છે, જેમાં નીચેના ભાગે RTO કચેરી અને શો-રૂમ્સ આવેલા છે, જ્યારે ઉપરના માળે રહેણાંક ફ્લેટ્સ છે.
રહેવાસીઓમાં ફફડાટ: બોમ્બની ધમકી મળતા જ બિલ્ડિંગના રહેવાસીઓ જીવ બચાવવા નીચે દોડી આવ્યા હતા.
વેપાર-ધંધા ઠપ્પ: ઓફિસની નીચે આવેલા મોંઘા ગાડીઓના શો-રૂમ્સ અને અન્ય દુકાનો સુરક્ષાના ભાગરૂપે તાત્કાલિક બંધ કરાવી દેવામાં આવી હતી. શો-રૂમના કર્મચારીઓ પણ બિલ્ડિંગની બહાર ખુલ્લા મેદાનમાં એકઠા થઈ ગયા હતા.
રાજકોટ અને વડોદરા RTO કચેરીમાં પણ સવારથી જ કામકાજ પૂરજોશમાં ચાલી રહ્યું હતું ત્યારે અચાનક ધમકીભર્યો મેઈલ અથવા ફોન આવતા પોલીસ તૈનાત કરી દેવામાં આવી હતી. રાજકોટમાં સ્થિત RTO કચેરીને ખાલી કરાવીને તમામ પ્રવેશદ્વારો બંધ કરી દેવામાં આવ્યા હતા. વડોદરામાં પણ પોલીસ ઉચ્ચ અધિકારીઓએ સ્થળ પર પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
હજારો અરજદારો પરેશાન: ટેસ્ટ ટ્રેક બંધઆ ધમકીની સૌથી મોટી અસર સામાન્ય જનતા પર પડી છે. RTO એ એક એવી કચેરી છે જ્યાં દરરોજ હજારો લોકો લાયસન્સ અને વાહનના કામ માટે આવતા હોય છે.
અમદાવાદ: અહીં દરરોજ આશરે ૫૦૦ લોકો આવે છે, જેમાંથી ૨૦૦ લોકો ડ્રાઇવિંગ ટેસ્ટ માટે હોય છે. આ તમામ ૫૦૦ અરજદારોને આજે કામ વગર પરત ફરવું પડ્યું છે.
રાજકોટ: રાજકોટમાં દરરોજ ૫૦૦ જેટલા અરજદારો ટુ-વ્હીલર અને ફોર-વ્હીલરની ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા આવતા હોય છે. આજે ટેસ્ટ આપવા આવેલા તમામ લોકોને પરત મોકલી દેવાયા છે.
નવી તારીખ: RTO સત્તાવાળાઓના જણાવ્યા મુજબ, જે લોકોની ટેસ્ટ આજે અટકી પડી છે, તેઓને હવે પછીની નવી તારીખ (Appointment) ફાળવવામાં આવશે.
અમદાવાદ, રાજકોટ અને વડોદરાને ધમકી મળી હોવાના સમાચાર વાયુવેગે પ્રસરતા સુરત RTO ખાતે પણ તકેદારી વધારી દેવામાં આવી છે. જોકે, સુરત RTO ને હજુ સુધી કોઈ ધમકીભર્યો મેઈલ મળ્યો નથી, તેમ છતાં SOG (Special Operations Group) ની ટીમ દ્વારા કચેરીના ખૂણેખૂણામાં તપાસ કરવામાં આવી રહી છે. શંકાસ્પદ વસ્તુઓ કે બિનવારસી સામાનની ઝીણવટભરી તપાસ હાથ ધરાઈ છે.
પોલીસની પ્રાથમિક તપાસસૂત્રોના જણાવ્યા અનુસાર, આ ધમકી પાછળ કોઈ અજાણ્યા શખ્સ દ્વારા મોકલવામાં આવેલો ઈ-મેઈલ હોઈ શકે છે. અગાઉ પણ શાળાઓ અને એરપોર્ટને આ પ્રકારે ફેક મેઈલ દ્વારા ધમકી આપવાના કિસ્સાઓ બન્યા છે. સાયબર ક્રાઈમની ટીમ અત્યારે આ મેઈલ ક્યાંથી આવ્યો અને તેનો IP એડ્રેસ શું છે તેની તપાસ કરી રહી છે.
હાલમાં ત્રણેય શહેરોની RTO કચેરીઓ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગઈ છે. જ્યાં સુધી સુરક્ષા એજન્સીઓ 'ઓલ ક્લિયર' નું સિગ્નલ ન આપે ત્યાં સુધી સામાન્ય જનતા માટે કચેરીમાં પ્રવેશ પ્રતિબંધિત રહેશે.

રાજ્યમાં 500 નવા અત્યાધુનિક જનરક્ષક વાહનો જોડાતા હવે કુલ 1,000 વાહનો 24 કલાક ઇમરજન્સી સેવા આપશે. રિસ્પોન્સ ટાઈમ પણ 27 મિનિટથી ઘટીને 10:49 મિનિટ થયો છે.

અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન નજીક બંધ સિગ્નલ પર રિક્ષા રોકતા TRB જવાન પર હુમલો થયો. રિક્ષાચાલકે પોલીસકર્મીને પણ ધક્કો માર્યો; જીગર સોલંકીની ધરપકડ.

વડોદરાના ડભોઈના ભીલાપુર ગામમાં Facebook કોમેન્ટ બાદ ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ. જૂથ અથડામણમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતાં SSG હોસ્પિટલ ખસેડાયા, જ્યારે ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.