ગીરમાં રોગચાળાથી 8 સિંહોના મોતથી વન વિભાગ એલર્ટ
CDV અને બેબેસિયા વાયરસથી ગીરમાં પાંચ સિંહબાળ અને ત્રણ સાવજના મોતથી દોડધામ

AI જનરેટેડ

AI જનરેટેડ
ગીરના જંગલમાં સિંહ ઉપર ફરી મોટું સંકટ આવ્યું છે. ગીર પૂર્વ અને ગીર પશ્ચિમ વનવિભાગમાં કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ (CDV) અને બેબેસિયા જેવા જીવલેણ રોગચાળાના કારણે છેલ્લાં 15 દિવસમાં આઠથી વધુ સિંહો અને સિંહબાળના મોત નીપજ્યા છે. સ્થિતિની ગંભીરતાને લઈ વનવિભાગે તાત્કાલિક કામગીરી શરૂ કરી છે. વન્યજીવોને બચાવવા માટે વન વિભાગે બચાવ કામગીરી શરૂ કરી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ધારી ગીર પૂર્વના જસાધાર રેન્જમાં ગીર ગઢડા સરહદ પર એક જ દિવસમાં 2 સિંહોના ભેદી રોગથી મોત થયા છે. આ ઉપરાંત ગીર પશ્ચિમ હેઠળ આવતી બાબરીયા અને જામવાળા રેન્જમાં પણ 2થી વધુ સિંહોના મોત નોંધાયા છે. આ રોગચાળાની અસર સિંહબાળ પર જોવા મળી રહી છે. વનવિભાગના જણાવ્યા અનુસાર લીલીયા, સાવરકુંડલા અને સરસિયા રેન્જમાં 1-1 સિંહબાળનું મોત થયું છે.
રોગચાળો આગળ વધતો અટકાવવા માટે વનતંત્ર દ્વારા તાત્કાલિક એક્શન પ્લાન અમલમાં મૂકવામાં આવ્યો છે: ધારીવા સરસિયા રેન્જમાં 8 સિંહોના આખા જૂથને રેસ્ક્યુ કરીને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યું છે. જ્યારે જંગલ વિસ્તારમાં અશક્ત અને નબળા દેખાતા સિંહોને શોધીને તેમની તબીબી તપાસ કરવામાં આવી રહી છે. અલગ-અલગ વિસ્તારોમાં સિંહોના જૂથોને તેમના લક્ષણોના આધારે અલગ પાડી લોહી તેમજ અન્ય સેમ્પલ લેવાની કવાયત હાથ ધરવામાં આવી છે. એનિમલ ડોક્ટરોની વિશેષ ટીમો દ્વારા સિંહોની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને અસરગ્રસ્ત સિંહોને રાત્રિ દરમિયાન પાંજરે પૂરવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે.
શું છે કેનાઈન ડિસ્ટેમ્બર વાયરસ?
આ વાયરસ શ્વાનની લાળને કારણે ફેલાય છે. લાળમાંતી નીકળતો આ વાયરસ જંગલમાં અન્ય વન્ય જીવોમા ફેલાય છે. તે કેટલો ખતરનાક કહેવાય તે તો સાવજના મોતના આંકડા પરથી સમજી શકાય. શ્વાસોશ્વાસની પ્રક્રિયા દ્વારા પ્રાણીઓના શરીરમાં આ વાયરસ પ્રવેશે છે અને એક જ સપ્તાહમાં તેના લક્ષણો દેખાવા માંડે છે. એક સપ્તાહમાં જો તેની સારવાર ન કરવામાં આવે તો આ વાયરસ સતત દ્વીગુણ રૂપાંતરિત બમણી ઝડપે શરીરમાં પ્રસરીને જીવલેણ બની જાય છે. આ કારણે વન્ય જીવો મોતને ભેટે છે.
CDV રોગના લક્ષણો
આ રોગ લાગુ પડ્યા પછી પ્રથમ ત્રણ દિવસ દરમિયાન સિંહો સુસ્તી અનુભવે છે તેમની પ્રવૃતિ હલનચલન ઘટી જાય છે. આંખોમાં બળતરા લાલાશ વર્તાય છે. પાંચ દિવસ દરમિયાન તેમને ભારે તાવ આવે છે, હાંફ ચડે છે. આ લક્ષણો વર્તાય ત્યાં સુધીમાં જો યોગ્ય સારવાર આપવામાં ન આવે તો પછીનું સ્ટેજ પાચનતંત્ર અને રૂધિરાભિસરણ તંત્રને ગંભીર અસર પહોંચાડે છે અને પછી વાયરસની અસર મગજ સુધી પહોંચે છે ત્યારે સિંહનું મોત થાય છે.
બેબેસિયા રોગ શું છે?
બેબેસિયા ગંભીર અને જીવલેણ રોગ છે. જે મનુષ્યોની સાથે-સાથે પશુઓ અને વન્યજીવોમાં પણ જોવા મળે છે. 'બેબેસિયા' નામના પરોપજીવી (પ્રોટોઝોઆ) દ્વારા ફેલાય છે. મેલેરિયાની જેમ આ પરોપજીવીઓ શરીરમાં દાખલ થઈને લોહીના લાલ રક્તકણો (RBCs) પર સીધો હુમલો કરીને તેમનો નાશ કરે છે. લાલ રક્તકણો તૂટવાને કારણે સિંહોના શરીરમાં લોહીની તીવ્ર ઉણપ એટલે કે એનિમિયા સર્જાય છે. જે આખરે મોતમાં પરિણમે છે.
સિંહોના મોત અંગે વન વિભાગની સ્પષ્ટતા
ગીરમા સિંહોના મૃત્યુ અંગે વન વિભાગના PCCF જયપાલસિંહે રાઠોડે કહ્યું કે, એક અઠવાડિયામાં પાંચ સિંહોના મોત થયા છે. હાલ ચિંતાનું કારણ નથી. માત્ર 2 સિંહબાળના જ રોગચાળાના કારણે મોત થયા છે. સિંહબાળની ઇમ્યુનિટી ઓછી હોય છે. જેના કારણે તેમને રોગની અસર જલ્દી થાય છે. ન્યુમોનિયા અને ફેફસામા પાણી ભરાઈ જવાના કારણે 2 સિંહ બાળના મૃત્યુ થયા છે. જ્યારે 2 સિંહોના કુદરતી મૃત્યુ થયા છે. એક સિંહનું ઇન ફાઈટમાં મૃત્યુ થયું છે. હાલ સિંહોને આઇસોલેટ કરવામાં આવી રહ્યા છે. કોઈ લક્ષણો જણાય તો ત્વરિત સિંહોને સારવાર આપવામાં આવી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

14.9%થી 13.3%... ગુજરાતના શિક્ષણ બજેટમાં આખરે શું બદલાયું?

ખાંડ રૂ.37થી રૂ.84, ડુંગળી રૂ.23થી રૂ.84 અને દાળ-તેલના ભાવમાં પણ મોટો ઉછાળો...

2023માં 4, 2024માં 19 અને 2025માં 5 કેસ... ગુજરાતમાં ગર્ભસ્થ શિશુનું લિંગ ગેરકાયદેસર રીતે જાણવા મામલે આ આંકડા શું કહી રહ્યા છે?